સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખતા વેપારીઓને રાહત

Spread the love

 

 

 

જીએસટીમાં વેપારીની વિરુદ્ધમાં આવેલા ચુકાદાની સામે અપીલ કરવા માટે ૧૦ ટકા રકમ ફરજિયાત રોકડમાં જ ભરવાનો આગ્રહ જીએસટી વિભાગ દ્વારા રાખવામાં આવતો હતો. તેની સામે હાઈકોર્ટે વેપારીની જમા ક્રેડિટથી પણ રકમ ભરી શકાય તેવો ચુકાદો આપ્યો હતો. પરંતુ તેની સામે જીએસટી વિભાગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાને માન્ય રાખતા વેપારીઓએ હવે અપીલ કરવા માટે રોકડ રકમ ભરવામાંથી છુટકારો થયો છે. સાથે સાથે તેઓ પાસે રહેલી જમા ક્રેડિટમાંથી પણ અપીલ માટેની રકમ ભરપાઈ કરી શકશે. આ નિર્ણય કરવામાં આવવાના લીધે વેપારીઓને સૌથી વધુ ફાયદો થવાનો છે,

કારણ કે વેપારીએ રોકડ રકમના બદલે જમા ક્રેડિટમાંથી ૧૦ ટકા રકમ ભરવાના લીધે તેઓ પાસે રહેલી રોકડ રકમ વેપાર વધારવા માટે કરી શકશે. તેમજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને કારણે જીએસટી વિભાગ દ્વારા અપીલ માટે વેપારીઓને ફરજિયાત રોકડ રકમ ભરવાનો આગ્રહ રાખ છે તેનો પણ અંત આવી જવાનો છે.

જીએસટી વિભાગમાં વેપારીઓને ક્રેડિટની રકમ વધુ માત્રામાં જમા રહેતી હોય છે. આ ક્રેડિટનો વપરાશ પણ બહુ વધારે થતો નહીં હોવાના કારણે જમા ક્રેડિટનો વ્યાપ વધતો જ જતો હોય છે. તેમાં પણ અપીલ કરવા માટે ૧૦ ટકા રકમ રોકડ રકમમાં ભરવાનો ફરજિયાત આગ્રહ રાખવાના કારણે વેપારીએ રોકડ રકમ પોતાના વેપારમાંથી ઓછી કરીને ભરવાની સ્થિતિ ઊભી થતી હતી. તેના બદલે જમા ક્રેડિટમાંથી ભરવામાં આવે તો વેપારી પર આર્થિક ભારણ આવી શકે તેમ નહોતું તેના કારણે જ હાઇ કોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી.

તેમાં વેપારીના તરફેણમાં ચુકાદો આવ્યો હતો અને જમા ક્રેડિટમાંથી રકમ ભરવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ જીએસટી વિભાગે હાઇકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમાં હાઇકોર્ટે આપેલા નિર્ણય ને જ માન્ય રાખતા વેપારીઓ પર વધારાનું આર્થિક ભારણ હવે આવશે નહીં. તેમજ અપીલના કેસનો નિકાલ પણ ઝડપથી થતો નહીં હોવાના લીધે વેપારીઓની રકમ વધુ સમય સુધી જમા રહેતી હતી. તેના બદલે જમા ક્રેડિટમાંથી જ અપીલ માટેના નાણાં ભરવામાં આવે તો વેપારીઓને વાંધો આવતો નહીં હોવાના લીધે જ ફરજિયાત રોકડ ભરવામાંથી મુક્તિ આપવા માટે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને કારણે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે. કારણ કે વેપારી દ્વારા રોકડ રકમના બદલે તેઓ પાસે રહેલી જમા ક્રેડિટમાંથી રકમ ભરવામાં આવે તો વધારાનું આર્થિક ભારણ વેઠવાનો વારો આવે નહીં. તેમજ છેલ્લા કેટલાય સમયથી અપીલ માટેની રકમ રોકડ ભરવી કે ક્રેડિટમાંથી ભરવી તે અંગે ચાલી રહેલા મતમતાંતરનું પણ આ ચુકાદાને કારણે નિરાકરણ આવી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *