21 મેથી ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ

Spread the love

 

આગામી 21 મેએ અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ 22 મે ના રોજ લો-પ્રેશરમાં ફેરવાઇ શકે છે. આ સિસ્ટમને સક્રિય બનાવવામાં તમામ પરિબળો અનુકુળ હોઇ ચક્રવાત પણ બની શકે છે. આગામી 10 દિવસના અનુમાન મુજબ, 24 મે આ સિસ્ટમ મુંબઇ નજીકથી પસાર થઇને 25 મેએ ગીરસોમનાથ અને પોરબંદર ઉપરથી પસાર થઇ શકે છે. 26 અને 27 મે ના રોજ પર સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે. રાજ્યના આ જિલ્લાઓમાં 25 મે સુધી વરસાદનું જોર વધુ રહી શકે છે 21 મે : વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા – 22 મે : વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને જુનાગઢ – 23 થી 25 મે : વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર,દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબી અને ગુજરાતના અરબી સમુદ્રમાં રચાવા જઇ રહેલું સર્ક્યુલેશન ચોમાસાને વહેલા આગમન માટે મદદરૂપ થશે.
અરબી સમુદ્રનું હાલનું તાપમાન 29 થી 30 ડિગ્રી છે. 26 ડિગ્રીથી ઉપરનું તાપમાન ટ્રોપિકલ સાયકલોન ડેવલોપમેન્ટ માટે યોગ્ય ગણાય છે. આ ઉપરાંત વાતાવરણની અસ્થિરતા, નીચેથી ઉપર જતાં પવનની દિશા અને ગતીમાં ઓછો તફાવત (Low Vertical wind share), તેમજ વાતાવરણના નીચલા લેવલ પર ચોમાસાના ભેજવાળા પવનો. આ તમામ પરિબળોના કારણે આગામી 22 મે ની આસપાસ અરબી સમુદ્રમાં અપરએર સર્ક્યુલેશન ક્રમશ: મજબૂત બની શકે છે. પરંતુ હાલમાં તે કેટલું મજબૂત બનીને કઈ દિશામાં આગળ વધશે તે કેહવું વહેલું ગણાશે. અરબ સાગરમાં રચનાર સંભવિત UAC ના કારણે કેરળમાં ચોમાસાનું આગમન સમય કરતાં વહેલું થાય તેવી સંભાવના છે. તેમજ દેશના પશ્ચિમ કાંઠે ચોમાસું ઝડપથી આગળ વધી શકે છે. આ સર્ક્યુલેશન વધુ મજબૂત બની ભારતીય ભાગો તરફ આગળ વધે તો ચોમાસાના પવનો તેમજ ભેજને ભારતીય ભૂ ભાગોમાં પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે. પરિણામે ચોમાસુ આગમન સમય કરતાં વહેલું થઈ શકે છે. જો સિસ્ટમ વધુ મજબૂત બની તીવ્ર સાયકલોન બની ઓમાન તરફ જાય તો આ સ્થિતિમાં ચોમાસુ આગળ વધવાની પ્રક્રિયા સ્વાભાવિક રીતે થોડી ધીમી પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *