સુરત બન્યું સોલાર સીટી : સુરતમાં 9 વર્ષમાં 1.74 લાખ ઘરો પર પેનલો લાગી

Spread the love

 

 

ઊર્જા બચત અને પર્યાવરણ સુરક્ષા તરફ આગળ વધતા સુરત શહેરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ḍDGVCL) દ્વારા વર્ષ 2024-25માં શહેરનાં 57,268 ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ નોંધપાત્ર વધઘટનું વિશ્લેષણ કરીએ તો દરરોજ સરેરાશ 156 ઘરો પર પેનલ લગાવાઈ રહી છે. સુરતને ‘સોલાર સિટી’ તરીકે ઓળખ અપાવતી આ સફળતા ઊર્જા બચતના પ્રયત્નો માટે મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે 9 વર્ષમાં કંપનીના કાર્યક્ષેત્રમાં 1.74 લાખ ઘરો પર 1013 મેગાવોટ સોલાર પેનલ ફિટ કરી દેવાઈ છે.
કેટલાં ઘરો પર સોલાર પેનલ અને વીજ ઉત્પાદન
વર્ષ ઘરો મેગાવોટ
2016-17 288 1.6
2017-18 3713 22
2018-19 4249 29
2019-20 9348 47
2020-21 20062 101
2021-22 26429 123
2022-23 20620 121
2023-24 32320 199
2024-25 57268 366
કુલ 174297 1013
છેલ્લાં 9 વર્ષમાં 1,74,297 ઘરો પર પેનલ લગાવાઈ છે, જેનાથી 1,013 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. જ્યારે સોલાર રૂફટોપની શરૂઆત થઈ ત્યારે 2016-17માં માત્ર 288 ઘરો પર પેનલ લાગી હતી. 2017-18માં 3713 ઘર પર પેનલ લાગી હતી અને ત્યારથી સતત વધારો થયો છે.
સોલાર પેનલથી ઘરઆંગણે વીજળી ઉત્પન્ન થતાં વીજળીનો ખર્ચ ઘટે છે અને રાજ્યને વીજ લોડમાંથી પણ મુક્તિ મળે છે. સોલાર ઊર્જાના પ્રચાર-પ્રસારને કારણે લોકોમાં જાગૃતિ પણ વધી રહી છે, જે સુરતની સમૃદ્ધિ માટે સકારાત્મક છે. ઊર્જા બચતના પ્રયત્નોમાં ḍDGVCL માટે એક મહત્વપૂર્ણ પગલું સિદ્ધ થયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *