ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો

Spread the love

 

 

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે વેપાર વાટાઘાટો દ્વારા બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે ભારતે ટ્રમ્પના આ દાવાઓને પહેલાથી જ સંપૂર્ણપણે નકારી કાઢયા હતા અને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવશે.

વ્હાઇટ હાઉસમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું ટૅજો તમે જુઓ કે અમે પાકિસ્તાન અને ભારત સાથે શું કર્યું તો અમે તે સમગ્ર મુદ્દાને ઉકેલી લીધો છે અને મને લાગે છે કે મેં તેને ટ્રેડ દ્વારા ઉકેલ્યો છે. અમે ભારત-પાકિસ્તાન સાથે મોટી ડીલ કરી રહ્યા છીએ. તમે જાણો છો કે બંને દેશો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. અમે બંને દેશોના નેતાઓ સાથે વાત કરી અને સમગ્ર મુદ્દાનો ઉકેલ લાવ્યો છે. ટ્રમ્પે આગળ કહ્યું કે બે દિવસ પછી કંઈક બન્યું અને તે મારી ભૂલ છે એમ સામે આવ્યું. મને એમ કહેવું નહીં ગમે કે અમે બધું ઉકેલી લીધું છે. આપણે કંઈક સારું કર્યું છે. પરંતુ પાકિસ્તાનમાં કેટલાક મહાન લોકો અને કેટલાક ખરેખર સારા નેતાઓ છે. પણ ભારતના વડાપ્રધાન મોદી મારા મિત્ર છે. તેઓ એક મહાન વ્યક્તિ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની મધ્યસ્થીથી બંને દેશોએ યુદ્ધવિરામ સ્વીકાર્યો.

ભારતે રર એપ્રિલના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતે મિસાઇલ ઓપરેશન શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી ગભરાયેલા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો અને ભારતીય સરહદ પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યો. આ સમગ્ર ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો હતો.

ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી તે પહેલાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અને દાવો કર્યો હતો કે અમેરિકાએ યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પના આ દાવાઓને ભારત પહેલાથી જ નકારી ચૂકયું છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ટૅઓપરેશન સિંદ્રે શરૂ થયા પછી અને યુદ્ધવિરામ થયા પછી ભારતીય અને અમેરિકન નેતાઓ વચ્ચે ‘ટ્રેડ મુદ્દો’ ઉઠાવવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *