ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે!

Spread the love

 

 

ટેરિફ યુદ્ધ અને નબળા ગ્રાહક ભાવનાને કારણે વિશ્વભરમાં વૈશ્વિક અર્થતંત્રમાં અનિય તિતાનું વાતાવરણ છે પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતી બતાવી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના એપ્રિલ મહિના માટેના હૅસ્ટેટ ઓફ ધ ઇકોનોમી રિપોર્ટ અનુસાર એપ્રિલમાં પણ ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર સાથે સંબંધિત ઘણા સૂચકાંકો સારી ગતિએ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુએસ ટેરિફ સંબંધિત સમાચારને કારણે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક શેરબજાર થોડું નબળું પડયું હતું. પરંતુ જલદી જ અમેરિકાએ તેના કેટલાક કર નિર્ણયો અસ્થાયી રૂપે અટકાવ્યા અને ભારતમાં બેકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યા, શેરબજારમાં સારી રિકવરી જોવા મળી. રિપોર્ટ અનુસાર વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ ઝાંખું છે કારણ કે વિશ્વભરમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો બાકી છે. પરંતુ રિપોર્ટમાં ભારતની પરિસ્થિતિ વિશે “સાવધ આશાવાદ” વ્યક્ત કરવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૨૫ માં પ્રકાશિત થયેલા તાજેતરના IMF રિપોર્ટને ટાંકીને, એવું કહેવામાં આવ્યું છે કે ભારત ૨૦૨૫ માં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર રહેશે અને આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે.
રિપોર્ટ અનુસાર, દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬ માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. સારા રવિ પાક અને આ વર્ષે સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા સાથે, ગામડાઓમાં વપરાશ વધશે અને ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો પણ નિયંત્રણમાં રહી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો અને ઉદ્યોગપતિઓનો વિશ્વાસ પણ મજબૂત રહે છે, જે આર્થિક પ્રવળત્તિઓને વધુ વેગ આપી રહ્યો છે. વૈશ્વિક વેપારમાં પરિવર્તન અને ઔદ્યોગિક નીતિઓમાં નવા વલણો વચ્ચે, રિપોર્ટ ભારતને કનેક્ટર દેશ તરીકે વર્ણવે છે. ભારત ખાસ કરીને ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રિપોર્ટ મુજબ, છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે એકંદર ફુગાવામાં રાહત મળી છે. જોકે, સોનાના ઊંચા ભાવની અસર હજુ પણ કોર ફુગાવા એટલે કે ખાદ્ય અને ઇંધણ વિનાના ફુગાવા પર જોવા મળી રહી છે. પરંતુ જો સોનું દૂર કરવામાં આવે તો બાકીનો ફુગાવો પણ સ્થિર રહે. આ રિપોર્ટ ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાની દેખરેખ હેઠળ RBI સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમાં વ્યક્ત કરાયેલા વિચારો રિઝર્વ બેંકના નથી પરંતુ રિપોર્ટ તૈયાર કરી રહેલા સ્ટાફના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *