દાહોદ કોંગ્રેસના પ્રમુખ અને સ્થાનીક અગ્રણીઓએ મનરેગા કૌભાંડ અંગે વડાપ્રધાનને અવગત કરવા સમય માંગ્યો : મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં “વિકાસ ખોજ યાત્રા” યોજશે

Spread the love

દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ માટે તાત્કાલિક અસરથી મંત્રી શ્રી બચુ ખાબડને મંત્રી મંડળ માંથી બરખાસ્ત કરવામાં આવે : શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ

દાહોદ ખાતે પ્રવાસ દરમિયાન કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળને સમય ફાળવવા માટે માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ ૨૬ અને ૨૭ મે, ૨૦૨૫ના રોજ ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે. આ દરમિયાન દાહોદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સામેલ થવાના છે. દાહોદમાં જે રીતે વિકાસના કામોમાં અને ખાસ કરીને મનરેગામાં માત્ર બે તાલુકામાં ૭૧ કરોડના ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે. અને હજુ તટસ્થ તપાસ થાય તો સમગ્ર જીલ્લામાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવશે ત્યારે દાહોદ જીલ્લા કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ જેમાં સંગઠન પ્રમુખ, કોંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ આપશ્રીની રૂબરૂ મુલાકાત લઈને સંપૂર્ણ વિગતોની રજૂઆત કરવા માટે સમય ફાળવશો તેવી માન. પ્રધાનમંત્રી શ્રીને ઈમેઈલ થી વિનંતી કરી છે
સરકારના મંત્રીબચુ ખાબડને મંત્રી તરીકે જારી રાખવામાં આવશે તો તટસ્થ તપાસ કેમ થશે? જેમને DYSP સલામ કરતા હોય તેમના દીકરા સામે તપાસ કેવીરીતે થશે? મંત્રીશ્રી બચુ ખાબડનું રાજીનામું નહીં પરંતુ તેમને બરખાસ્ત કરવામાં આવે. મંત્રીશ્રી બચુ ખાબડને ભાજપના સભ્ય પદ પરથી પણ દૂર કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માંગ છે. હાઇકોર્ટના સિટિંગ જજના વડપણ હેઠળ CBI તપાસની માંગ છે. પ્રધાનમંત્રી ગુજરાતનાં છે, તેમની સરકાર રાજ્યમાં છે. પ્રધાનમંત્રી ખાતો નથી અમે ખાવા દેતો નથી એવા નારા લગાવે છે અને એમની જ નજર હેઠળ ભ્રષ્ટાચાર થાય છે. ગુજરાત સરકારની જ પોલીસ તપાસ કરે એના કરતા CBI તપાસ થાય એ જરૂરી છે. ગુજરાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના નામે પણ મનરેગા કાર્ડ ચાલે છે. વડાપ્રધાનને નમ્ર વિનંતિ કે રાજ્યના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને મળે અને રજૂઆતો સાંભળે. મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં “વિકાસ ખોજ યાત્રા” યોજશે. ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ “વિકાસ ખોજ યાત્રા” ચલાવશે. મનરેગા અને નલ સે જલ સહિતની યોજનાઓમાં થયેલ કૌભાંડને ઉજાગર કરશે. સૌપ્રથમ દાહોદ જિલ્લો અને આદીવાસી વિસ્તારમાં યાત્રા ચાલશે. યોજનાઓ અંગે સરકારી દાવો અને જમીની સ્તર પરની સ્થિતિ ઉજાગર કરવામાં આવશે
ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની તિજોરી તળિયા જાટક થઇ રહી છે અને ગરીબ – સામાન્ય – મધ્યમ વર્ગ લુંટાઈ રહ્યો છે. ત્યારે દાહોદ જીલ્લાના બે તાલુકામાં ૭૧ કરોડના ભ્રષ્ટાચાર – કૌભાંડમાં ભાજપા સરકારના મંત્રી પુત્રોની સંડોવણી બાદ થયેલ ધરપકડ અંગે ભાજપા સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડનો તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. મનરેગા યોજના ગરીબ – શ્રમિક વર્ગને ૧૦૦ દિવસના રોજગારની ગેરંટી કાયદા હેઠળ રોજગાર આપવાને બદલે ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓએ ખિસ્સા અને તિજોરી ભરવાનું કામ કર્યું છે. જાન્યુઆરી મહિનામાં ફરિયાદ પુરાવાઓ સાથે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સરકારને આપી હતી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો મળી છે. એમાં રાજ્ય સરકારના મંત્રી અને એમના પરીવારના લોકોની એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. અનેક ગામો એવા છે જ્યાં માટી-મેટલ રસ્તા, આર.સી.સી. રોડ, કુવાના કામ હોય, ચેકડેમના કામ, વોટરશેડ અને મનરેગાના અનેક કામો છે જ્યાં સ્થળ પર એકપણ કામ કરવામાં આવ્યું નથી. એની સામે બારોબાર લાખો રૂપિયા ઉપાડી ચુકવવામાં આવ્યા છે. દાહોદ મનરેગા ભ્રષ્ટાચારમાં ભાજપાના મંત્રી પુત્રો અને મળતિયાઓએ આદિવાસી સમાજના હજારો પરિવારના રોજગારના અધિકારના હક્કના નાણા ચાંઉ કરી ગયાની હકીકતો સામે આવી રહી છે. દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ માટે તાત્કાલિક અસરથી મંત્રી શ્રી બચુ ખાબડને મંત્રી મંડળ માંથી બરખાસ્ત કરવામાં આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com