




ગાંધીનગર
GJ-18 શહેરમાં આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સિંદૂર સન્માન યાત્રાના રૂટમાં પડે એના કટકા જેવો ઘાટ સર્જાયો હતો, ગરમી અને બફારો છતાં પબ્લિક ડગી ન હતી, ભાજપ જિલ્લાના પ્રમુખ અનિલ પટેલ, રાહેર પ્રમુખ આશિષ દવે અને સંગઠનની ટીમે વટ પાડી દીધો હતો, આટલી બધી પબ્લિકનું પૂર આવ્યું ક્યાંથી? બાકી જીજે ૧૮ જિલ્લા અને શહેરમાંથી પબ્લિકનું ઉમળકો, પીએમ મોદીની એક ઝલક જોવા ભારે લોકો ઉમટયા હતા, બાકી હર્ષ તુને કર દિયા કમાલ, અમદાવાદથી લઈને ગાંધીનગર પોતે એક્ટિવા લઈને ફર્યા હતા, રાત્રે જીજે ૧૮ ખાતે શહેર પ્રમુખ આશિષ દવે, શહેર સંગઠન, મેવર મીરાબેન પટેલ, ધારાસામ્ય રીટાબેન પટેલ સાથે યાત્રા રૂટની ચકાસણી કરી હતી, બાકી પબ્લિકનો ઉમળકો સમાતો ન હતો. ત્યારે બાળકો પણ પીએમ મોદીની કૃતિ પોતે જાતે બનાવીને લાવ્યા હતા, તસવીરમાં દેખાતું બાળક સવારના આઠ વાગ્યાનું ઉભું છે, ન થાક, ન પાણી ફક્ત પીએમને જોવા અને આ કલાકૃતિ બતાવવા પોતે એક ઝલક મોદી પણ અહીંયા જોવે તે આશાએ બાળક ઉભું છે. બાકી આ કલાકૃતિઓ જાગીને બાળકે બતાવી છે. રાત્રે પણ પીએમ મોદીને જોવા લોકો ઉમટયા હતા, ત્યારે ભાજપના હોદ્દેદારો અને સંગઠન રાત્રે મોદીને આવકારવા રોડ રસ્તા ઉપર ઉભા થઈ ગયા હતા,