૨૦૩૫માં ગુજરાતને ૭૫ વર્ષ થશે ત્યારે ગુજરાત કવર્ષા પહોંચશે એ જોજો. ગુજરાત ૭૫ વર્ષનું થશે એના એક વર્ષ પછી જ ઓલિમ્પિક થશે. દેશ ઈચ્છે છે કે આ ઓલિમ્પિક ગુજરાતમાં થાય.

Spread the love

 

ગાંધીનગર

આજે ઓપરેશન સિદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી અઢી કિ.મી.નો રોડ શો પૂર્ણ કરી પીએમ મહાત્મા મંદિર પહોંચ્યા છે. વડાપ્રધાનની સાથે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુતરાજયમંત્રી સંઘવી, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સહિતના નેતાઓ જોવા મળ્યા છે. વડાપ્રધાન મોદીએ રૂ.૫,૫૩૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે.
અર્બન ડેવલપમેન્ટ વર્ષ માટે જ્યારે દબાણો તોડાવાના હતા, ત્યારે અમારી પાર્ટીના લોકોએ મને કીપુ હતું કે, આપણને નુકસાન થશે. પણ મેં નિયરિ કર્યો હતો કે, આ હું કરીશ જ. કારશે કે આપણે નાનપણ થી સાંભળતા આવ્યા છે ‘ડગલું ભર્યું તો ન હટવું..’ ભલે જીત ન થાય પણ વિકાસ કરીશું અને અમે વિકાસ કર્યો અને જીત પણ મળી. હું નવો નવી રાજનીતિમાં આવ્યો ત્યારે ચિમનભાઈ પટેલની સરકાર હતી, ત્યારે પ્રહાલભાઈએ મને કીધું કે આ લાલ બસ અમદાવાદથી બહાર પણ જવી જોઈએ. એટલે અમે ચિમનભાઈને મળવા ગયા હતા અને લાંભા, નરોડા, સૌક્ષા સુધી પહોંચવાની વાત કરી હતી, અમે દબાણ એટલું ભધુ કર્યું કે અંતે સરકારે લાલ ભસને લંબાવવી પડી.તમે વિચારી કાં મીઠુ અને કથાં હીરો? આપણે આ યાત્રા કાપી છે. આપણે યોજનાબદ્ધ પગલા લીધા છે. આપણી સરકારના મોટેલની ચર્ચા  દેશભરમાં થાય છે. પહેલાં ગુજરાતમાં ટુરિઝમની કોઈ વાત નહોતું કરતું, અત્યારે ગુજરાતમાં ફરવા માટે વિદેશીઓ ઉમટી પડે છે. રણોત્વથી માંડીને એડવેન્ચર સ્પોર્ટ સુધીની સફર આપણે કરી છે. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર ભોઝ જેવા મહાપુરુષોએ જો સંકલ્પ ન કર્યો હતો તો વર્ષ ૧૯૪૭માં પણ આપણને આઝાદી ન મળી હોત. હવે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો છે. વર્ષ ૨૦૩૫માં ગુજરાતને ૭૫ વર્ષ થશે ત્યારે ગુજરાત કવર્ષા પહોંચશે એ જોજો. ગુજરાત ૭૫ વર્ષનું થશે એના એક વર્ષ પછી જ ઓલિમ્પિક થશે. દેશ ઈચ્છે છે કે આ ઓલિમ્પિક ગુજરાતમાં થાય. હવે દેશ વાટ નહીં જોવે, જો કોઈ વાટ જોવાનું કહે તો પાછળથી અવાજ આવે કે “મોદી હૈ તો મુમકિન હૈ ‘એટલા માટે મિત્રો આપણું લક્ષ્ય એક જ છે કે દેશ વિકસીત હોવો જ જોઈએ. એમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવામાં નહીં આવે, વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવવાનો છે. કાલે ૨૬ મે હતી, ૨૦૧૪માં ૨૬ મેના રોજ મેં પહેલીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે ભારતની ઇકોનોમી ૧૧મા નંબરે હતી, આપણે કોરોનાથી લડાઈ લડી, પાડોશીઓથી મુસીબતો વેઠી છતાં પણ આટલા ઓછા સમયમાં આપણે ૧૧ નંબરની ઈકોનોમીથી ૦૪ નંબર પર આવી ગયા. આપણે બધાનું ભલુ ઇચ્છીએ છીએ, એમને મુસીબતમાં મદદ કરીએ છીએ પણ બદલામાં એ લોકો લોહીની નદીઓ વહેવડાવે છે. હજી તો આપણે કઈ બહું કર્યું જ નથી ને પાકિસ્તાનને પરસેવો વળવા લાગ્યોઃ સિંધુ જળ સંધી પર મોદીનો પડકાર જ્યારે આતંકવાદના નવ અડ્ડા નક્કી કરીને માત્ર ૨૨ મિનિટમાં ધ્વસ્ત કરવામાં આવે ત્યારે દેશની શક્તિ દેખાય છે. આ વખતે કેમરા સામે કર્યું છે એટલે કોઈ સાબીતી નહીં માંગે. આને પ્રોક્સી વોર ન કહેવાય કારણ કે આતંકવાલીઓના જનાજા નીકળ્યા એ જનાજાને પાકિસ્તાને માન આપ્યું, એના દેશના ઝંડા વગાવ્યા અને એની સેનાએ આતંકીઓને સલામી આપી. એટલે એ નક્કી થાય છે કે, પ્રોક્સી વોર ન કહેવાય. એટલે એમને જવાબ આપવો જરૂરી છે.  આપણે આપણા પાડોશીનું સુખ ઇચ્છીએ છીએ પણ વારંવાર આપણા સામર્થ્યને લલકારવામાં આવે ત્યારે જવાબ આપવો પડે કે આ દેશ વિરોની ધરતી છે. પાકિસ્તાન આતંકવાદીઓને ભારત મોકલે છે અને નિર્દોષ લોકો એનો ભોગ બને છે. અને આપણે સહન કરતા રહીએ છીએ. તમે કહો હવે આપડે સહન કરવું જોઈએ? હવે, ગોળીનો જવાબ ગોળીથી આપવો પડશે. આ કાંટાને જડમુળથી ઉખાડીને ફેંકી દેવો જોઈએ.સરદાર પટેલની ઇચ્છા હતી કે પીઓકે પાછુ ન મળે ત્યાં સુધી સેના રોકાવી ન જોઈએ પણ સરદાર પટેલ વાત માનવામાં ન આવી. એ લોકો લોહી ચાખી ગયા એ સીલસીલો ૭૫ વર્ષ ચાલ્યો. પહેલગામમાં થયેલો હુમલો એનું જ કારણ હતું. પાકિસ્તાન સાથે જયારે યુદ્ધની ઘડી આવી ત્યારે ત્રણેયવાર ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાને ધુળ ચટાડી છે. PM મોદીએ જણાવ્યું કે, હું ગઈકાલે વડોદરા, દાહોદ અને ભુજ ગયો પછી અહીં આવ્યો. જ્યાં જ્યાં ગયો ત્યાં દેશ ભક્તિની જવાળાઓ જોવા મળી. જ્યાં ગયો ત્યાં સિંદૂરિયા સાગરની ગર્જના અને લહેરાતા તિરંગા દેખાયા. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પહેલા શહેરી વિકાસના બજેટ માત્ર ત્રણ આંકડામાં બનતા હતા. હવે ૨૦ હજાર કરોડથી વધુનું બજેટ શહેરી વિકાસ માટે ફળવાય છે. ગ્રીનસીટી અને ગિફટ સીટી જેવા પ્રોજેક્ટ નવી ઓળખ બની છે. મોદી સાહેબે શહોરની કાયા પલટ કરી છે. સમાર્ટ સીટી અંતગર્ત કેટલાક શહેરોને ૧૭૫૩ કરોડ રૂપિયા મળ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોદી સાહેબે શહેરી વિકાસની પરિભાષા દબલી નાખી છે. રાજ્યના દરેક શહેરને સુંદર, સ્વચ્છ અને વિકાસશીલ કરવાનો પ્રયત્ન કર્યો. ગામડાઓને પણ શહેર જેવા બનાવવાનો પ્રયત્ન કર્યો અને નવા માપદંડ ઉભા કર્યા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત ભાગ્યશાળી છે કે મોદી સાહેબના નેતૃત્વનો લાભ મળ્યો. શહેરી વિકાસ વર્ષની ઉજવણી પહેલાં મહાનગર પાલિકા અને પાલિકાના અનેક વિકાસના કામ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *