ગુજરાતમાં ઓલિમ્પિક માટે સરકારનું મોટું એક્શન, હર્ષ સંઘવી પ્રતિનિધિ મંડળ લઈને લંડન જશે

Spread the love

 

અમદાવાદના આંગણે રમાનાર ૨૦૩૬ના ઓલિમ્પિકની તૈયારીઓ તેજ થઈ,

રાજ્યનું એક પ્રતિનિધિ મંડળ લંડન જશે

 

 

ગાંધીનગર

ગુજરાતના અમદાવાદમાં ૨૦૩દ ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટું પગલું લેવાયું છે. ઓલિમ્પિકની તૈયારીઓના ભાગરૂપે ગુજરાતથી એક પ્રતિનિધિ મંડળ લંડન જશે.ઓલિમ્પિક ગુજરાતમાં રમાનારું છે એ લગભગ ફાઈનલ છે. ત્યારે આ માટે ગુજરાતના પ્રતિનિધિ મંડળને લંડન મોકલવાનું નક્કી કરાયું છે. જે માટે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, એમ ધૈનારસન અને બંછાનીથી પાની લંડનની મુલાકાતે જશે. તેઓ કોમનવેલ્થ ટીમની મુલાકાત માટે જશે. ૨૦૩૯ માં ભારતમાં રમાનાર ઓલિમ્પિકના આયોજન સંદર્ભે આ પ્રવાસનું મહત્વ વધારે છે. ત્રણ આઈએએસ અધિકારી ૩૧ મે થી ૮ જુન સુધીનો પ્રવાસ કરશે. ગુજરાતમાં ઓલિમ્પિક રમતો ક્યાં રમાડી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. રાજ્યમાં ઓલિમ્પિકની શક્યતાઓને પગલે ૩૩ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી ૧૭ સ્પોટ અમદાવાદમાં અને ૬ સ્પોટ ગાંધીનગરમાં છે. બાકીના સ્પોટ રાજયમાં અન્ય સ્થળો પર પસંદ કરવામાં આવ્યાં છે. આ ૩૩ સંભવિત સ્પોટ્સ પર સિંગલ સ્પોર્ટસ માટે ૨૨ અને મલ્ટી સ્પોર્ટસ માટે ૧૧ સ્થળ પસંદ કરાયા છે. આ ૩૩ સ્થળો માટે પહેલા ૧૩૧ સાઈટ્સનું મૂલ્યાંકન કરાયું હતું. ગુજરાતે ઓલિમ્પિક ૨૦૩૯ માટે બીડ કર્યું છે. તેના માટે સરકાર અત્યારથી જ આયોજન કરી રહી છે. ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદના ૫ નાનકડા વિસ્તારોની રોનક બદલાઈ જશે. આગામી સમયમાં આ વિસ્તારો ઓળખી ન શકાય તેવા બનશે, અને વિદેશી શહેરોની જેમ હરણફાળ ભરશે. અમદાવાદ આસપાસ ૧૨થી ૨૫ કિમી વિસ્તારમાં ૫ શહેર ઓલિમ્પિક પહેલાં સેટેલાઈટ ટાઉન બનાવવાનું આયોજન છે. જેમાં કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની સિકલ બદલાશે. કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની પસંદગી ઓલિમ્પિકના સેટેલાઈટ ટાઉન માટે થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *