



ગાંધીનગર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં શરૂ થયેલા રાજ્યના પ્રથમ ઓબેસીટી ક્લિનીકે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વોર્ડ નંબર 14માં કાર્યરત આ ક્લિનીકમાં અત્યાર સુધીમાં 569 દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ક્લિનીક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ઓબેસીટી મુક્તિ’ પહેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનનો ભાગ છે. ક્લિનીકમાં નિષ્ણાત તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે. દરેક દર્દીનો BMI (બોડી માસ ઇન્ડેક્ષ) માપવામાં આવે છે.
BMI 25થી નીચે તંદુરસ્ત, 25થી 30 વચ્ચે વધારે વજન, 30થી 35 વચ્ચે મેદસ્વી અને 35થી વધારે અતિ મેદસ્વી કેટેગરીમાં ગણવામાં આવે છે. કાઉન્સિલર દ્વારા દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી તપાસવામાં આવે છે. ડાયેટિશિયન દ્વારા સમતોલ અને પોષક આહારની માહિતી આપવામાં આવે છે. જરૂર પડ્યે ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, જનરલ સર્જન, સાયકિઆટ્રિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કાઉન્સિલર દ્વારા દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી તપાસવામાં આવે છે. ડાયેટિશિયન દ્વારા સમતોલ અને પોષક આહારની માહિતી આપવામાં આવે છે. જરૂર પડ્યે ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, જનરલ સર્જન, સાયકિઆટ્રિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે.