
એક તરફ આમ જનતાનાં કામ ન થતાં હોવાની ફરિયાદો અને બીજી તરફ સરકારી બાબુઓએ 5 દિવસ કામ અને 2 દિવસ આરામની માગ કરી છે. જી હા,, સરકારી બાબુઓને 5 દિવસ કામ અને 2 દિવસ કરવો છે આરામ. રાજ્ય સરકારે વહીવટી સુધારણામાં પરિવર્તન લાવવા માટે સરકારી કચેરીઓનો સમય વહેલો કરવાનું સૂચન કર્યું તો તેની સામે વિવિધ કર્મચારી સંઘોએ સરકારને એવી રજૂઆત કરી છે કે જો સરકારી કચેરીઓનો સમય વહેલો કરવો હોય તો તેમને દર અઠવાડિયે એક નહીં, બે રજાઓ આપવી પડશે. ગુજરાત સરકારના કર્મચારીઓને દરેક શનિ-રવિ જોઈએ છે જાહેર રજા. દુનિયાની મોટી મોટી કંપનીઓ જેમ કે, માઈક્રોસોફ્ટ, ગૂગલ, એપલ, એમેઝોન, યુનિલીવર, ડેલોઇંટ અને એક્સેન્ચર જેવી કોર્પોરેટ કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી ક્વોલિટી વર્ક લેવા માટે અઠવાડિયામાં 5 દિવસ કામ કરાવે છે અને શનિ-રવિ રજા આપે છે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ મોટી મોટી કોર્પોરેટ કંપનીઓની જેમ 5 ડે વીકની માગ કરી છે. 5 ડે વીક એટલે સોમવારથી શુક્રવાર સુધી કામ કરવાનું અને દરેક શનિ અને રવિવારે રજા જો આવું થાય તો સરકારી કર્મચારીઓ એક મહિનાના 30 દિવસમાંથી 8 દિવસ તો રજા પર જ હોય. એટલે કે, જો 5 ડે વીક સિસ્ટમ કરવામાં આવે તો 2 મહિનામાંથી અડધો મહિનો તો માત્ર રજાઓમાં જ પૂરો થઈ જાય. મજાની વાત એ છે કે રાજ્ય સરકારના કર્મચારીઓએ કહ્યું છે કે આ માટે તેઓ સોમથી શુક્રવારે રોજ વહેલી સવારે પોણા દસ વાગ્યે સરકારી કચેરીમાં આવી જશે. અને સાંજે 6.10 સુધી કામ કરશે. વિવિધ કર્મચારી સંઘોએ દાવો કર્યો છે કે અન્ય રાજ્યોમાં 5 દિવસ કામ અને 2 આરામ મળે છે તો ગુજરાતમાં કેમ 5 દિવસ કામ અને 2 દિવસ આરામ કરવાની પદ્ધતિ લાગુ કરવામાં નથી આવતી. ગુજરાત સરકારના વહીવટી સુધારણા વિભાગે સમયમાં ફેરફાર કરવા સૂચન કર્યું છે. કર્મચારીઓના વિવિધ સંધોએ અન્ય રાજ્યોની જેમ કડે ઓફની માંગણી કરી છે. સરકારે બાકીના કલાકો અન્ય દિવસોમાં સરભર કરવાની માગણી કરી છે. આ વિશે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું કે, રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓ સવારે 10:30થી સાંજે 6:10 સુધી કાર્યરત છે. જેને સવારે 9:30થી સાંજે 5.00 સુધી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સવારે 9:45થી સાંજના 6:10 સુધીનો સમય કર્મચારીઓના વિવિધ સંઘોએ સૂચવ્યો છે