
સત્તાના દુરુપયોગના ગંભીર આરોપ સાથે મહીસાગરના કડાણા તાલુકાના નાયબ મામલતદાર જે.જે.પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અડધા જ દિવસમાં કડાણામાં અનુસુચિત જનજાતિના 357 દાખલા ઇશ્યૂ કરવાનો આરોપ લાગ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી. પ્રાપ્ત વિગત અનુસાર કડાણા તાલુકામાં વર્ષ 2023માં મામલતદાર રજા પર હતા. તે સમયે નાયબ મામલતદારને સત્તા સોંપવામાં આવી હતી. ત્યારે નાયબ મામલતદારે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. મુખ્ય મામલતદારની રજાનો લાભ ઉઠાવી અડધા જ દિવસમાં અનુસૂચિત જનજાતિના 357 દાખલા ઇશ્યૂ કરી દીધા હતા. અડધા દિવસમાં દાખલા ઈશ્યૂ કરનારા જે.જે.પંડ્યા સામે કાર્યવાહી કરવામાં આવી અને આખરે તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ અડધા દિવસમાં ઇશ્યુ કરેલા જાતિના દાખલાને રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.