કેટરિના કૈફ હવે મોલદીવ્ઝ ના ‘સની સાઇડ ઑફ લાઈફ’ની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર

Spread the love

Katrina Kaif named global tourism ambassador of Maldives | Today News

 

 

માલદીવ્ઝ માર્કેટિંગ ઍન્ડ પબ્લિક રિલેશન્સ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બોલીવુડ-સ્ટાર અને સ્ટાઇલ આઇકોન કેટરિના કૈફ હવે મોલદીવ્ઝ ના ‘સની સાઇડ ઑફ લાઈફ’ની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર હશે. હાલમાં કોર્પોરેશન દ્વારા વિશ્વભરના પ્રવાસીઓને મોલદીવ્ઝની દરિયાઈ સુંદરતા તરફ આકર્ષવા માટે સમર સેલ કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે અને એ સમયે જ બ્રેન્ડ-એમ્બેસેડર તરીકે કેટરિનાના નામની જાહેરાત કરવામાં આવી છે. સમર સેલ કેમ્પેન હેઠળ મોલદીવ્ઝનાં લક્ઝરી રિસોર્ટ્સ, બુટિક હોટેલ્સ અને ફેમિલી-ફ્રેન્ડલી રોકાણ પર ખાસ ઑફર્સ આપવામાં આવી રહી છે.

કેટરિનાએ પોતાની આ જવાબદારી વિશે કહ્યું હતું કે ‘મોલદીવ્ઝ મારા માટે માત્ર એક સ્થળ નથી, એક અનુભવ છે જ્યાં પ્રકૃતિ પોતાના સૌથી સુંદર રૂપમાં મળે છે. મને ખૂબ આનંદ છે કે હું ‘સની સાઇડ ઑફ લાઇફ’નો ચહેરો બની રહી છું. આ અભિયાન દ્વારા હું ઇચ્છું છું કે વિશ્વભરના લોકો આ સ્વર્ગ જેવા ટાપુ-દેશની સુંદરતાનો અનુભવ કરે.’ જાન્યુઆરી 2024માં માલદીવ્ઝના કેટલાક પ્રધાનોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ સોશ્યલ મીડિયા પર ‘બોયકોટ મોલદીવ્ઝ’ ટ્રેન્ડ શરૂ થયો હતો એને કારણે ઘણા લોકોએ મોલદીવ્ઝની યાત્રા રદ કરી હતી અને મોલદીવ્ઝના પ્રધાનોની ચારે તરફ ટીકા થઈ હતી. આ ઘટનાને કારણે ભારત-મોલદીવ્ઝ સંબંધો પર અસર પડી હતી, પરંતુ કેટરિના કૈફની નિમણૂક અને વડા પ્રધાન મોદીની જુલાઈ 2025માં આયોજિત મોલદીવ્ઝની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાના સંકેત આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *