
ગાંધીનગર
ગાંધીનગરના સરગાસણમાં રહેતી 24 વર્ષીય દિપાશી ભદોરીયાનો મૃતદેહ સ્વાગત ફ્લેમિંગોમાં લાવવામાં આવ્યો છે. દિપાશીના પિતા ગાંધીનગર પોલીસ ભવનમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. દિપાશી છેલ્લા ચાર વર્ષથી લંડનમાં કાયદાનો અભ્યાસ કરી રહી હતી. તે પોતાના પિતાનો જન્મદિવસ ઉજવવા ભારત આવી હતી. તેણે પિતાને વચન આપ્યું હતું કે દિવાળીમાં આવીને તેમની સાથે ફટાકડા ફોડશે. તેનું સપનું હતું કે એક વર્ષ ઇન્ટર્નશીપ કરીને સ્થાયી થવું. પરંતુ પ્લેન ક્રેશમાં તેનું અકાળે અવસાન થયું. દિપાશીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના પિતા ડીવાયએસપી હોવાથી અનેક પોલીસ અધિકારીઓએ પણ અંતિમ દર્શન કર્યા. પરિવારની એકમાત્ર દીકરી ગુમાવતા સમગ્ર પરિવાર આઘાતમાં છે. સ્નેહીજનો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.