ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કેસમાં એક નવી વાત સામે આવી છે. સોનમે લગ્નના લગભગ એક મહિના પહેલા જ રાજાની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ વાત એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે આરોપી સોનમ, રાજ અને વિશાલ એપ્રિલમાં જ મળ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્દોરમાં TCS ઇન્ટરસેક્શન પાછળ આવેલ અવંતિ રેસ્ટોરન્ટના માલિક નરેન્દ્ર નિમોનકરે પૂછપરછ દરમિયાન આ માહિતી જણાવી છે. નિમોનકરે કહ્યું કે સોનમ, રાજ અને વિશાલ એપ્રિલમાં એક કે બે વાર તેમના રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. તેમને ખબર નથી કે તેઓએ શું વાત કરી હતી. તેમને તારીખ પણ યાદ નથી. તેઓ રેસ્ટોરન્ટના સીસીટીવીમાં 10 દિવસથી વધુ સમય સુધીનું રેકોર્ડિંગ રાખતા નથી. રાજ અને સોનમ પ્રેમ સંબંધમાં હતા. સોનમની સગાઈ ફેબ્રુઆરીમાં રાજા સાથે થઈ હતી. લગ્ન 11 મેના રોજ થયા હતા. લગ્નના લગભગ 15 દિવસ પહેલા, રાજ અને સોનમે સાથે મળીને નક્કી કર્યું હતું કે રાજાને રસ્તામાંથી હટાવ્યા પછી તેઓ લગ્ન કરશે. રાજા હત્યા કેસની તપાસ કરી રહેલી મેઘાલય SIT મંગળવારે ઇન્દોર આવી હતી. અહીં તેઓ દેવાસ નાકા સ્થિત ફ્લેટ પર પહોંચ્યા જ્યાં સોનમ 30 મે થી 8 જૂન સુધી રોકાઈ હતી. ફ્લેટ ભાડે રાખનારા શિલોમ જેમ્સે જણાવ્યું હતું કે આજે ફ્લેટની તપાસ કરવામાં આવી છે.
રાજા રઘુવંશીના ભાઈ વિપિને જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન તેમનો મોટો ભાઈ સચિન પણ હાજર હતો. પરંતુ તેમને ફ્લેટની બહાર રોકવામાં આવ્યા હતા. મેઘાલય પોલીસ અને ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના લગભગ 6 સભ્યો તપાસમાં સામેલ હતા. બધાએ ફ્લેટની તપાસ કરી. અમને કહેવામાં આવ્યું નથી કે ત્યાંથી કંઈ મળ્યું છે કે નહીં. રાજાના ભાઈ વિપિને જણાવ્યું કે શિલોંગ પોલીસ તેમના ઘરે આવી હતી. તેમણે સામાન્ય પૂછપરછ કરી. તે દરમિયાન હું, મારો ભાઈ સચિન અને માતા સાથે બેઠા હતા. પોલીસે સોનમ-રાજાનાં લગ્ન વિશે પૂછપરછ કરી. લગ્ન પછી તે ચાર દિવસ અહીં રહી હતી, તે સમયે તેનું વર્તન કેવું હતું. રાજાના મોટાભાઈ વિપિન રઘુવંશીએ જ્ણાવ્યુ કે,”પોલીસે લગભગ અડધા કલાક પૂછપરછ કરી. મેં જણાવ્યું કે સોનમ તેના રૂમમાં જ રહેતી હતી. હું તેનો જેઠ છું, માટે તેના વર્તન વિશે વધુ જાણકારી નથી. એ પણ પુછ્યું કે રાજા પોતાની સાથે શું લઈ ગયો હતો”.
મંગળવારે સવારે શિલોંગ પોલીસ રાજા રઘુવંશી હત્યા કેસના આરોપીઓને લઈને સોહરા પહોંચી હતી. સોહરાના વેઈ સાવડોંગ ફોલ્સ ખાતે હત્યાકાંડ રીક્રિએશન કરવામાં આવ્યું હતું. પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સૈયમે જણાવ્યું હતું કે, સોનમે રાજા પર હુમલો કરવાનો ઈશારો કર્યો હતો. સોનમનો ઈશારો મળતાં જ વિશાલ ઉર્ફે વિકીએ બંને હાથે હુમલો કર્યો. રાજાના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. એસપીએ કહ્યું- ઘટના સમયે સોનમ આગળ હતી, રાજા તેની પાછળ હતો. વિશાલ રાજાની જમણી બાજુ હતો અને આકાશ તેની પાછળ ડાબી બાજુ હતો. આનંદ પણ રાજાની ડાબી બાજુ હતો. તે જ સમયે વિશાલે રાજાના માથા પર હુમલો કર્યો. રાજાના માથામાંથી લોહી વહેવા લાગ્યું, પછી સોનમ ત્યાંથી ચાલી ગઈ અને કહ્યું- કામ પૂરું કર… આ સાંભળીને આનંદ અને આકાશે હુમલો કર્યો. ત્રણેય આરોપીઓએ લાશને ખીણમાં નીચે ફેંકી દીધી. રીક્રિએશન દરમિયાન ફોરેન્સિક વિભાગ અને SDRF ટીમો પણ હાજર હતી. પૂર્વ ખાસી હિલ્સના એસપીએ જણાવ્યું હતું કે રાજાના માથા પર ત્રણ ઘા મારવામાં આવ્યા હતા. પહેલો ઘા વિશાલે, બીજો આનંદે અને છેલ્લો આકાશે માર્યો હતો. જોકે, આકાશનો ઘા બહુ જોરદાર નહોતો. પહેલા બે ઘામાં રાજાનું મૃત્યુ થયું હતું. હત્યામાં વપરાયેલો બીજો છરી હજુ સુધી મળી આવ્યો નથી. એસપીએ કહ્યું- આરોપીઓએ ફરીથી જણાવ્યું કે તેમણે છરી કેવી રીતે ફેંકી હતી. એસડીઆરએફ બીજા હથિયારને રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સોનમ (25) અને રાજા (29)ના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા અને 21 મેના રોજ હનીમૂન માટે આસામના ગુવાહાટી થઈને મેઘાલય પહોંચ્યા હતા. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરાના નોંગરિયાટ ગામમાં એક હોમસ્ટેમાંથી ચેક આઉટ કર્યાના કલાકો પછી, 23 મેના રોજ બંને ગુમ થઈ ગયા હતા. રાજાનો ક્ષતિગ્રસ્ત મૃતદેહ 2 જૂનના રોજ વેઈ સડોંગ ધોધ નજીક એક ખીણમાંથી મળી આવ્યો હતો. સોનમ 9 જૂનના રોજ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં મળી આવી હતી.