
હાલ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મિસાઈલ વોર ચાલી રહી છે ત્યારે ઈરાન તરફથી છોડવામાં આવેલી એક બેલેસ્ટીક મિસાઈલ ઈઝરાયેલના વ્યાપારી કેન્દ્ર તેલઅવીવ સ્ટોક એકસચેંજની બિલ્ડીંગને તબાહ કરી દીધી છે. ઈરાન તરફથી ઈઝરાયેલ પર આ મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલાથી ઈઝરાયેલની કારોબારી ગતિવિધિ પર મોટી અસર પડવાની સંભાવના દર્શાવાઈ છે. ઈરાનના મિસાઈલ હુમલામાં તેલઅવીવના સ્ટોક એકસચેંજની ઈમારત ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આ હુમલો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ દરમિયાન થયો હતો. જેમાં બન્ને દેશો વચ્ચે મિસાઈલમારો સતત ચાલુ છે. જો કે ઈઝરાયેલની એજન્સીઓનું કહેવું છે કે, તે પરીસ્થિતિને નિયંત્રણમાં રાખવાના પ્રયાસ કરી રહી છે. તેલઅવીવ સ્ટોક એકસચેંજ પર થયેલા હુમલાથી વૈશ્વિક બજારોમાં પણ અસ્થિરતા જોવા મળી શકે છે ઉલ્લેખનીય છે કે, તેલઅવીવ સ્ટોક એકસચેંજ પર ઈરાનના મિસાઈલ હુમલા વચ્ચે પણ તેલઅવીવ સ્ટોક એકસચેંજે પોતાનો કારોબાર ચાલુ રાખ્યો હતો. જો કે હાલ તો આ હુમલાથી આર્થિક ગતિવિધિને ઝટકો લાગ્યો છે.