
જો અમેરિકા ઈરાન પર હુમલો કરે તો ઈરાને વળતા જવાબમાં ખાડી ક્ષેત્રમાં આવેલા છ દેશોના નવ અમેરિકી સૈન્ય મથકોને ટાર્ગેટ કરવાની યોજના કરી છે જેમાં ઈરાન ઈરબીલ-અસદ એરબેઝ કે જયાં અમેરિકાના 2000 સૈનિકો છે ત્યાં ત્રાટકી શકે છે. આ ઉપરાંત સાઉદી અરેબીયામાં અમેરિકાના જે સૈન્ય મથકો છે ત્યાં 35 હજારથી વધુ સૈનિકો અને ફાઈટર જેટનો કાફલો છે ત્યાં પણ ઈરાન હુમલો કરી શકે છે આ ઉપરાંત કુવૈતમાં 5 હજાર મરીન કમાન્ડો અને બે મોટા એરક્રાફટ કેરીયર મથકો છે. જયારે બહેરીનમાં અમેરિકાનું જેટ રીફયુલીંગ ફેસીલીટી છે. જોર્ડનમાં 2 હજારથી વધુ અમેરિકી સૈનિકો છે અને યુએઈમાં અમેરિકાના નૌકા, ભૂમિ અને એરફોર્સના મથકો અને છ હજાર સૈનિકો છે. આમ અમેરિકાના 50 હજારથી વધુ સૈનિકો ઈરાનના નિશાન પર આવી શકે છે.