ગંભીર મુદ્દા અંગે સ્થાનીક કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખ અને ઝુલ્ફી ખાન દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત કરી
અમદાવાદ
સ્થાનીક કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખ અને ઝુલ્ફી ખાને જણાવ્યું કે
ગોમતીપુર વોર્ડમાં પી.આઇ.યુ. (પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ યુનિટ), જે યુનિટ હાલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંધ કરવામાં આવેલ છે જે યુનિટ દ્વારા 8 મહિના પહેલા તેની મારફતે ગોમતીપુર ઢાળ મિલન ચોક ટોપી મિલથી શકરા ઘાંચી ચાલી અને ગોમતીપુર પોસ્ટ ઓફિસ સુધી આશરે 400 થી 430 મીટર સુધી રોડનું અને અંદાજિત 15 થી 17 નવી કેસ બનાવવાનું કામ વિમલ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કામ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે આશરે 15 થી 17 નવા કેચપીટ બનાવી તેને મેનહોલ અથવા નાળામાં જોડવાનું કામ પણ કરવાનું હતું.દુઃખ સાથે જણાવવું પડે છે કે કામ કરનાર એજન્સી દ્વારા માત્ર કેચપીટના ચેમ્બર બનાવ્યા છે, પરંતુ તેનો કોઈપણ કનેક્શન લાઇન મેનહોલ કે નાળામાં નથી જોડવામાં આવેલો. ફક્ત કાગળ પર કામ પૂર્ણ થયેલુ હોવાનું દર્શાવીને આ કામ પેટે આધરભૂત માહિતી પ્રમાણે અંદાજિત રૂ. 1.27 કરોડની ચુકવણી પણ કરી દેવામાં આવી છે.
ગઇકાલે માત્ર બે ઇંચ વરસાદ પડતાં ટોપી મિલથી શકરા ઘાંચી ચાલી અને અમનનગર પોસ્ટ ઓફિસ સુધી સમગ્ર વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયો હતો. સ્થાનિક રહીશોને ખૂબ જ હાલતીનો સામનો કરવો પડ્યો અને સ્થાનીક રહેવાસીઓ મેનહોલના ચેમ્બરો ખુદ ખોલી પાણી કાઢવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.
આ ગંભીર મુદ્દા અંગે સ્થાનીક કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખ અને ઝુલ્ફી ખાન દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે:
1️⃣ સમગ્ર કેસની વિજિલન્સ તપાસ કરવામાં આવે.
2️⃣ વિમલ કન્સ્ટ્રક્શન સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
3️⃣ બાકી રહેલું પૂરું કામ ફરીથી વિમલ કન્સ્ટ્રક્શન મારફતે યોગ્ય રીતે પૂર્ણ કરાવવામાં આવે.
4️⃣ જે અધિકારીઓએ પોતાનું ફરજિયાત સુપરવિઝન નહિ કરતા બેદરકારી દાખવી છે અને બિલ મંજૂર કરી ચૂકવ્યા છે, તેવા અધિકારીઓ સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
