ઇલલિગલ ઇમિગ્રન્ટસ સામે આઇઆઇનું આક્રમક અભિયાન
વોશિંગ્ટન (અમેરિકા),
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટસને પકડવા માટે આક્રમક રીતે અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે એક અહેવાલ મુજબ હાલમાં અમેરિકામાં હાલમાં 59,000 લોકો ICEની કસ્ટડીમાં છે, જે એક રેકોર્ડ છે. ફેડરલ સ્ટેટેસ્ટિક્સ દર્શાવે છે કે, હાલમાં ICE દ્વારા કસ્ટડીમાં રખાયેલા લોકોમાંથી લગભગ અડધા ઈમિગ્રન્ટસનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. CBS ન્યૂઝને મળેલા ડેટા મુજબ, કોંગ્રેસે છેલ્લે ડિટેન્શન સેન્ટર્સ માટે 41,500 બેડ્સ ફાળવ્યા હતા. જેની સામે 23 જૂનની ડિટેન્શન સેન્ટર્સમાં ક્ષમતા કરતા 140 ટકા વધુ લોકોને રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ફેડરલ આંકડા દર્શાવે છે કે, ICEની કસ્ટડીમાં હાલમાં રખાયેલા ઈમિગ્રન્ટસમાંથી લગભગ 47 ટકાનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, જ્યારે 30 ટકાથી પણ ઓછા ઈમિગ્રન્ટસ એવા છે કે જેમ કોઈ ગુના માટે દોષી ઠેરવાયા છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં ક્રિમિનલ ઈમિગ્રન્ટસ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. જોકે, ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા પછી તેમના એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓએ કહ્યું હતું કે, અમેરિકામાં ઈલીગલી રહેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. હાલમાં ICE જે રીતે કાર્યવાહી કરી રહ્યું છે, તે એ વાતનો જ સંકેત આપે છે.અમેરિકામાં ઈલીગલી રહેતા હોવાની શંકા હોય તેવા લોકોની ICE ધરપકડ કરી શકે છે. તેમજ જે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા હોય તેવા અને અન્ય ઈમિગ્રન્ટસ કે જેમનું લીગલ સ્ટેટસ રિવ્યુ હેઠળ છે તેમને પણ ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
તાજેતરના સપ્તાહોમાં ICEએ વધુ આક્રમક રીતે ઓપરેશન્સ હાથ ધરી રહ્યું છે.જૂન મહિનાની શરૂઆતમાં લોસ એન્જેલસમાં જે ઘટનાઓ બની તે બધાએ જોઈ છે. ટ્રમ્પ લોસ એન્જેલસમાં નેશનલ ગાર્ડ અને મરિન્સને ઉતારીને ઈલીગલ ઈમિગ્રન્ટસ અને તેમની તરફેણ કરનારાઓને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે, તેઓ ઈમિગ્રન્ટસ સામેની કાર્યવાહીમાં જરાપણ ઢીલ નહીં મૂકે.
બાઈડન એડમિનિસ્ટ્રેશનના અંતિમ દિવસોમાં ડિટેન્શન સેન્ટર્સમાં રખાયેલા ઈમિગ્રન્ટસ કરતા હાલમાં 50 ટકા વધુ લોકોને કસ્ટડીમાં રખાયા છે. એ સમયે લગભગ 39,000 લોકો ICEની કસ્ટડીમાં હતા. આંકડા દર્શાવે છે કે, અમેરિકાની સરહદો અને ખાસ કરીને મેક્સિકો બોર્ડરથી તો હાલમાં ઘુસણખોરી ઘણી જ ઘટી ગઈ છે, ત્યારે હાલમાં ICEની કસ્ટડીમાં જે ઈમિગ્રન્ટસ છે તેમાંથી 70 ટકાની ધરપકડ અમેરિકાની અંદરથી કરવામાં આવેલી છે.