ગુજરાતમાં સૌપ્રથમવાર હેલ્થ1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લેટેસ્ટ અત્યાધુનિક ક્યુવિસ રોબોટિક મીડીયલ પીવોટ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત

Spread the love

ફૂલી ઓટોમેટીક વધુ ચોક્કસાઈ,
ઝડપી રીકવરી,
આંતરાષ્ટ્રીય દરજાની ઉત્તમ રોબોટીક ટેકનોલોજી,
નેચરલ ડીઝાઈનના મીડીયલ પીવોટ સાંધા સાથે,
પરંપરાગત જોઈન્ટ રીપ્લેસમેન્ટની તુલનામાં વધુ સારા પરિણામો

અમદાવાદ

હેલ્થ1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સીએઓ (CAO) નિલેશ સોની એ જણાવ્યું હતું કે હેલ્થ1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદની એક અગ્રણી હોસ્પિટલ શૃંખલા છે, જે આધુનિક તબીબી સેવાઓ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. અમે 2017માં અમારી સફર શરૂ કરી હતી, અને આજે ગુજરાતમાં અમારી કુલ 5 હોસ્પિટલસ છે: 3 અમદાવાદમાં, શિલજ, વસ્ત્રાલ અને કુડાસણ, 1 હિંમતનગરમાં અને 1 મોડાસામાં, જેમની કુલ બેડ ક્ષમતા 600થી વધુ છે.
હેલ્થ1 શિલજમાં અમે છેલ્લા 2 વર્ષમાં સફળતાપૂર્વક 3 કિડની ટ્રાન્સપ્લાન્ટ અને 32 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, તે સિવાય અમારી પાંચેય હોસ્પિટલમાં થઈ ને અમે અત્યાર સુધી માં ૬૦,૦૦૦ થી વધુ દર્દીઓ ને સારવાર આપી ચૂક્યા છીએ અને અમારો પ્રયાસ છે કે ગુજરાતમાં એક અગ્રણી ટર્શિયરી કેર હોસ્પિટલ તરીકે સ્થાપિત થઈએ.આજે અમને જણાવતા ખુશી થાય છે કે આજ થી હેલ્થ1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત થઈ રહી છે, Cuvis Biored ના આ રોબોર્ટ અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટના દર્દીઓને વિશ્વ-ધોરણની સારવાર પ્રદાન કરી શકીશું. આ ફુલી ઓટોમેટીક વધુ ચોક્કસાઈ,ઝડપી રીકવરી,આંતરાષ્ટ્રીય દરજાની ઉત્તમ રોબોટીક ટેકનોલોજી,નેચરલ ડીઝાઈનના મીડીયલ પીવોટ સાંધા સાથે,પરંપરાગત જોઈન્ટ રીપ્લેસમેન્ટની તુલનામાં વધુ સારા પરિણામો આપશે.

નિલેશ સોની એ વધુમાં જણાવ્યું હતું કે આ ક્યુવિસ રોબોટિક એ સાઉથ કોરિયાની કંપની છે આ લેટેસ્ટ અત્યાધુનિક
ક્યુવિસ રોબોટિક મીડીયલ પીવોટ જોઈન્ટ રીપ્લેસમેન્ટ લગભગ અંદાજિત સાડા ત્રણ થી ચાર કરોડ ( ૩.૫૦ થી ૪ કરોડ )રૂપિયાની આસપાસ આવે છે જે બીજા ઓટોમેટિક સિવાયના રોબોટિક કરતા અંદાજિત પચાસ લાખ ( ૫૦ લાખ ) રૂપિયા થી વધુ હોય છે.વેસ્ટર્ન ભારતમાં આવા ઓટોમેટિક બે મશીન જે અમદાવાદ અને દિલ્હીમાં છે. જ્યારે ગુજરાતમાં પ્રથમ છે એવું નિલેશ સોની કહ્યું હતું .

નિલેશ સોનીએ Cuvis Biored રોબોટિક સિસ્ટમના મુખ્ય તબક્કાઓ વિશે કહ્યું કે આધુનિક ટેકનોલોજી માં
Cuvis Biored સિસ્ટમ દ્વારા સચોટ અને ખૂબજ નાં cut થી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થઈ શકશે અને વધુ સારી દેખરેખ રીતે
રોબોટિક સર્જરીથી દર્દીને કરેલ ખૂબજ ઓછા સમયમાં સ્વસ્થ થઈ શકશે અને ,દુઃખાવો ઓછો થવાને કારણે દવાઓ ની જરૂરિયાત ઘટાડી શકાશે.સોની એ કુશળતા વિશે કહ્યું કે
અમારી કુશળ ઓર્થોપેડિક સર્જનો અને સ્વાસ્થ્ય કાર્યકરોની ટીમે દર્દી ને ઉત્તમ સંભાળ આપવા માટે તાલિમ મેળવી છે જેનો લાભ દર્દીઓ મેળવી શકશે.
….

હેલ્થ વન હોસ્પિટલના ઓર્થોપેડિકસ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી ઓર્થોપેડિકસ માં જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એક્સરે ઉપર થતી હતી પણ દરેક વ્યક્તિના હાડકા, જોઈન્ટ અને દરેકની રિક્વાયરમેન્ટ અલગ છે એટલે કે દરેક વ્યક્તિનો પ્લાન સરખો હોતો નથી તેથી એડવાન્સમાં આપણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી લોન્ચ કરી તેમજ દરેક દર્દીનો એક સીટી સ્કેન થાય અને એ દર્દીની જરૂરિયાત મુજબ આપણે પ્લાન્ટ કરીએ અને એ ડેટા આપણે રોબોટમાં ફીટ કરીએ છીએ. રોબોટ સર્જરી દરમિયાન ડોક્ટરને આસિસ્ટ કરે છે. જે ડેટા આપણે દર્દીનો ફીટ કર્યો હોય તેના યોગ્ય એક્ઝિક્યુશન માટે રોબર્ટ આપણને ઓપરેશન દરમિયાન મદદ કરે છે વધારાના ફાયદા એ છે કે ઓપરેશન દરમિયાન થતું બ્લડ લોસ અને દર્દીને થતુ દર્દ એટલે કે ઓપરેશન દરમિયાન જોઈન્ટ નું જે એલાઈમેન્ટ કર્યું છે તે યોગ્ય હશે તો દર્દીને ઓપરેશન પછી થતો દુખાવો પણ ઓછો અને રિકવરી પણ જલ્દી આવશે .લાંબા ગાળે ફાયદો એ છે કે જોઈન્ટની નોગેટીવીટી. દરેક ઓર્થોપેડિક સર્જન સંમત થશે કે જોઈન્ટ ની લાઈફ છે તે કયા એન્ગલ ઉપર એને પ્રોપરલી ઈમ્પ્લાન્ટ કર્યો છે કે નહીં તેના ઉપર ખાસ આધાર રાખે છે ઓપરેશન દરમિયાન જ જો આપણને પ્રીસીઝન મળતું હોય તો એ જોઈન્ટનું આયુ વધશે અને ભવિષ્યમાં આવતી રિવિઝન સર્જરીનો બોજો ઘટશે .
….

હેલ્થ વન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર સૌરભ પટેલ કે જેમણે પ્રથમ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટની પ્રથમ સર્જરી કરી છે તેમણે જણાવ્યું હતું કે દર્દીના સીટી સ્કેન કરેલા ડેટા ઇન્સ્ટોલ કરીએ છીએ. સીટી સ્કેન પ્રમાણે રોબર્ટ પ્લાનિંગ કરે છે આ દર્દીને આટલા કટની જરૂર આ ડાયમેન્શન એના માટે સેટ રહેશે એના પ્રમાણે પ્રિસાઈઝલી ઓન ટેબલ એને આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ. તેના લીધે એક્યુરેસી સારી મળે છે દર્દીને નોર્મલ ની ફીલિંગ આવે છે . બાકી બધા રોબોટ કરતા આ રોબોટમાં તફાવત છે કે મીડીયલ પીવોટ જોઈન્ટ એ કુદરતી સાંધાની ફીલિંગ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *