ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે.હવે ગુજરાતના DPG વિકાસ સહાયનો 31 ડિસેમ્બર સુધી કાર્યકાળ પૂર્ણ થશે આજે સવારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.કેન્દ્ર સરકારમાંથી ઓર્ડર આવી જતા હવે ગૃહ વિભાગે આ હુકમ કર્યો છે.ગુજરાતના DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન મળતી માહિતી મુજબ, ગુજરાતના DGP વિકાસ સહાયને એક્સટેન્શન મળશે કે નહીં તે અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.
પરંતુ કેન્દ્ર સરકારમાંથી ઓર્ડર આવી જતા હવે ગૃહ વિભાગ હુકમ કર્યો છે કે, ગુજરાતના DOG વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સાંજે તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. હવે DPG વિકાસ સહાયનો કાર્યકાળ આગામી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવાયો છે.
31 ડિસેમ્બર સુધી DGPનો કાર્યકાળ લંબાવાયો ગુજરાતના ગૃહ વિભાગમાં IPS કેડરમાં સૌથી ઊંચો હોદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે રાજ્યના પોલીસ વડા (DGP)નો હોય છે. આજે, 30 જૂન, 2025ના રોજ, વર્તમાન DGP વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા. DGP વિકાસ સહાયને એક્સ્ટેન્શન નહીં મળે તો નવા DGP તરીકે કોણ આવશે…? તે અંગે પણ પોલીસ બેડામાં અનેક નામોએ ચર્ચાનું જોર પકડ્યું હતું. જોકે, આ તમામ ચર્ચાઓનો હાલ પૂરતો અંત આવી ગયો છે. ગુજરાતના DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન અપાયુ છે. 31 ડિસેમ્બર સુધી ગુજરાતના DGP વિકાસ સહાયનો કાર્યકાળ લંબાવાયો છે. આજે કેન્દ્ર સરકારમાંથી ઓર્ડર આવી જતા હવે ગૃહ વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, આગામી 31 ડિસેમ્બર સુધી ગુજરાતના DGP વિકાસ સહાયનો કાર્યકાળ લંબાવાયો છે.
કોણ છે વિકાસ સહાય? વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. વિકાસ સહાયે હૈદરાબાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાંથી તાલીમ મેળવી હતી. IPS વિકાસ સહાયએ ગુજરાતમાં વિવિધ મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર પોતાની સેવા આપી છે. જેમાં તેમણે અમદાવાદ શહેરના DCP ટ્રાફિક, એડિશનલ SP ટ્રાફિક જેવા અસંખ્ય મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પણ સંભાળ્યા છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં IPS વિકાસ સહાયની નોંધપાત્ર મહત્વની ભૂમિકા રહી છે.