અરવિંદ કેજરીવાલ કાલે અમદાવાદમાં : ૨ જુલાઈથી સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ : AAP ધારાસભ્ય મકવાણાએ આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં

Spread the love

અમદાવાદ

વિસાવદરમાં યોજાયેલી ધારાસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મેળવેલા વિજયને પગલે હવે દિલ્હીમાંથી આઉટ થનાર આ પક્ષે ગુજરાતમાં તેનું જોર વધારવા નિર્ણય લીધો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે શક્તિ કન્વેન્શન સેન્ટર અમદાવાદ આવી રહ્યા છે. હવે આમ આદમીના રાજયથી લઈ છેક બુથ સુધીના સંગઠન માટે ૨ જુલાઈથી સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ કરશે. વિસાવદરના વિજયે ‘આપ’ને ગુજરાતમાં ફરી એક વખત તક હોવાની આશા જાગી છે અને તેથી જ કેજરીવાલ હવે આ રાજયમાં વધુ સક્રીય થવા લાગ્યા છે.વિસાવદર ચુંટણીમાં પણ તેઓ બે વખત પ્રચાર માટે પહોંચ્યા હતા અને પક્ષના સીનીયર નેતાઓને પણ વિસાવદરમાં બેસાડીને ચુંટણી સંચાલન સોંપ્યુ હતું જેમાં હવે ખુદ પોતે ગુજરાતમાં સક્રીય થઈ રહ્યા છે.તેમના આગમન સાથે જ રાજયમાં નવા રાજકીય સમીકરણો નજરે ચડશે. ખાસ કરીને ‘આપ’ એ નિશ્ચિંત કરવા માંગે છે કે તેના બોટાદના ધારાસભ્યએ જે રીતે બળવો કર્યો છે તેની પક્ષ પર કે કાર્યકર્તાઓના જુસ્સામાં કોઈ અસર નથી.
ગુજરાતના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. હવે ધારાસભ્ય મકવાણાએ AAP સામે મોરચો માંડયો છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, ‘ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં છે. આ બધાય માત્ર રાજકીય દેખાડો કરે છે. વાસ્તવમાં બધુ ભાજપના ઈશારે ચાલે છે. તેમણે એવી ચીમકી ઉચ્ચારી કે, આગામી દિવસોમાં આપના ગુજરાત અને દિલ્હીના નેતાઓનું ભાજપના ક્યા નેતાઓ સાથે રાજકીય સાઠગાંઠ છે તેના નામ- પુરાવા જાહેર કરીશ.’વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. ત્યારે વિધાનસભા આપના દંડકપદેથી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામુ ધરી દીધું હતું. આ ઘટનાની ગણતરીની મિનિટોમાં આપે શિસ્તભંગના પગલાં લઈને ઉમેશ મકવાણાને પક્ષમાં સસ્પેન્ડ કરી દીધા હતાં. હવે ધારાસભ્ય ઉમેશ મકવાણાનું કહેવુ છે કે, ‘હું આપમાં રાષ્ટ્રીય નેતા છું. મને પ્રદેશકક્ષાએ સસ્પેન્ડ કરી શકાય નહીં. મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એકતરફી છે. આ જોતાં મે અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો છે. હું તેમની સમક્ષ મારો પક્ષ મૂકીશ.’
ધારાસભ્યપદેથી રાજીનામું આપવાનો ધરાર ઈન્કાર કરતાં ઉમેશ મકવાણાએ કહ્યું કે, ‘હું ધારાસભ્યપદેથી ટર્મ પૂર્ણ કરીશ. બોટાદના મતદારોએ મને ધારાસભ્યપદેથી રાજીનામુ આપવા ઇન્કાર કર્યો છે. હવે હું ભાજપ જ નહીં, આપ સામે પણ લડીશ.’ કમલમના ઇશારે જ ગુજરાત આપ ચાલી રહ્યું છે. હું કયા નેતાની કોની સાથે સાઠગાંઠ છે તેના પુરાવા જાહેર કરીશ.
ભાવનગર લોકસભાની ચૂંટણીમાં આપે હરાવ્યો છે તેવો આક્ષેપ કરતાં મકવાણાએ વધુ કહ્યું કે, ‘જ્યારે લોકસભાની ચૂંટણીમાં કોઈ વ્યૂહનીતિ નક્કી કરીએ તો, ગણતરીની મિનીટોમાં જ ભાજપને જાણ થઈ જતી હતી. કયા બૂથ પર કોણ બેસશે તેની પણ ભાજપને જાણ થઈ જતી. આમ, આપના નેતાઓ ભાજપના નેતાઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com