
સરસ્વતી તાલુકા પોલીસ મથકે વ્યાજખોરી અને ધમકીનો ગંભીર કેસ નોંધાયો છે. નાના વેલોડા ગામના ખેડૂત પ્રવિણજી ઉર્ફે ટીનો લહેરાજી સુનાજી ઠાકોરે કાનોસણ ગામના નાગજીજી ઉર્ફે મેલાજી સોવનજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પ્રવિણજી ઠાકોરે નાગજી પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા. તેમણે મુદ્દલ 50,000 અને વ્યાજ પેટે 30,000 રૂપિયા મળી કુલ 80,000 રૂપિયા ચૂકવી દીધા છે. આમ છતાં, નાગજી ઠાકોર વધુ 20,000 રૂપિયાની માગણી કરી રહ્યા છે. આટલું જ નહીં, નાગજી ઠાકોરે પ્રવિણજીને તેમનું ખેતર પડાવી લેવાની ધમકી પણ આપી છે. આ ગંભીર આરોપો સાથે પ્રવિણજી ઠાકોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.