
તાપી જિલ્લામાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી છે. મંગળવારે 13 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે. વાલોડ તાલુકાના દેગામા ધોધિયા ફળિયાથી અંબાચ ગામીત ફળિયા રોડ, દેગામા ટોકર ફળિયાથી બાજીપુરા દેગામા રૂપવાડા રોડ, દેગામા ગામીત ફળિયાથી ટાંકલી ફળિયા રોડ, ધામોદલા બંગલી ફળિયા રોડ, વાલોડ બુટવાડા બાજીપુરા સુમુલ રોડ, વાલોડ શેઢી ફળિયાથી જકાતનાકા રોડ, વાલોડ ઉકાઈ કોલોનીથી ઈનમા બુટવાડા રોડ, તેમજ અલગટ દિવાન ફળિયાથી પારસી ફળિયા, અલગટ જવાહર ફળિયાથી મહુવા અલગટ જોઈનીંગ રોડ અને મહુવા અલગટ જોઈનીંગ રોડ, સોનગઢ તાલુકામાં હનુમંતિયા ધમોડી રોડ પર પણ ઓવરટોપિંગના કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે. તાપી જિલ્લામાં 1 જુલાઈના રોજ પડેલા વરસાદના આંકડા મુજબ વ્યારામાં 4 ઇંચ, સોનગઢમાં 2.7 ઇંચ, ડોલવણમાં 2.4ઇંચ, વાલોડમાં 2 ઇંચ, ઉચ્છલમાં 1.4 ઇંચ અને કુકરમુંડામાં 0.8 ઇંચ વરસાદ નોંધાયો છે.