યુવકની લાશ મળતાં છવાયો શોક: ઉંભરાટના દરિયામાં વેસ્માનો યુવક ડૂબ્યો, બીજા દિવસે લાશ મળી

Spread the love

 

જલાલપોરના વેસ્મા ગામે રહેતા યુવાન તેના ચાર મિત્રો સાથે સોમવારે બપોરે ગયો હતો. ન્હાવાનું મન થતા યુવાન પાણીમાં ઉતર્યો પણ મધ દરિયે જતાં એ ગભરાઇ ગયો હતો. અને ડૂબી જતાં તેની મૃતદેહ બીજા દિવસે બપોરના સમયે ઉંભરાટ દરિયા કિનારે વેસ્મામાં રહેતા મિત્રો સાથે ઉભરાટ ફરવા આવેલ યુવાન દરિયામાં લાપતા થયો હતો. આદિવાસી પરીવારનો એકનો એક દીકરો દરિયામાં ગરકાવ થતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. બીજા દિવસે તેની લાશ મળી હતી. જલાલપોરના પર્યટક સ્થળ ઉંભરાટ દરિયાકિનારા પર સોમવારે વેસ્મા ગામથી 4 મિત્રો ફરવા આવ્યા હતા. દરિયા કિનારે થોડીવાર બેસી મિત્રોમાંથી 23 વર્ષીય વિશાલ ભીખુ હળપતિ દરિયામાં નાહવા પડ્યો હતો.
વિશાલ હળપતિ નાહતા નાહતા દરિયાની અંદર પહોંચી ગયો હતો. જોકે દરિયામાં હાલ કરંટ વધુ હોવાથી વિશાલ ડૂબવા લાગ્યો હતો. જે દ્રશ્ય જોતા કિનારે બેસેલા સહેલાણી તેમજ દુકાનદારો મિત્રોમાં દોડધામ મચી ગઇ હતી. ડૂબી રહેલ વિશાલને બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ દરિયામાં અંદર હોય તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને લઇ સ્થાનિકો પોલીસ તેમજ વહીવટી તંત્રની શોધખોળ બાદ દરિયામાં ગરકાવ થયેલ યુવકનો મૃતદેહ મંગળવારના રોજ બપોરે મળી આવતા પીએમ અર્થે મરોલી સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
મરોલી પોલીસ ઈન્સ્પેક્ટર ડી.જે.પટેલ અને સ્ટાફે દરિયા કિનારે જઇ મૃતદેહની શોધખોળ કરવા માટે માર્ગ દર્શન પણ આપ્યું હતું. આદિવાસી પરિવારનો એકનો એક દીકરો હતો વિશાલ હળપતિ પરિવારમાં એકનો એક દીકરો હોય હાલ મજૂરી કામ કરતા હોય આર્થિક રીતે માતાને મદદ પણ કરતો હતો. મિત્રો સાથે દરિયા કિનારે જતા નાહવાની લાલચ રોકી ન શક્યો અને કાળનો કોળિયો બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *