ભૂલથી ખાતામાં નાણાં જમા થયાનો સ્ક્રિનશોટ મોકલી રૂ.90500ની છેતરપિંડી

Spread the love

 

ચીખલીના ઘેજ દુકાન ફળિયામાં રહેતા અને ફરિયાદી કિશોરભાઈ રવજીભાઈ પટેલ (ઉ.વ. 51)ને અજાણ્યા મોબાઈલ ધારકે પોતાના મિત્ર રાજુભાઈ તરીકે ઓળખાણ આપી તેમના દ્વારા ભૂલથી તમારા ખાતામાં રૂ. 90500 જમા થઈ ગયા હોવાનો સ્ક્રીનશોટ મોકલાવી તે રૂપિયા પરત કરવાની માંગણી કરી હતી. વોટ્સએપ મોબાઇલ નંબરમાં સ્કેનરનો ફોટો મોકલાવી તેને વિશ્વાસમાં લઈ પોતાના અલગ અલગ યુપીઆઈડી દ્વારા રૂ. 90500 ટ્રાન્સફર કરાવી જે નંબર પણ બંધ કરી દઈ રૂપિયા પરત નહીં આપી કિશોરભાઈ સાથે ઓનલાઇન ઠગાઈ કરવામાં આવી હોય તેના દ્વારા મોબાઈલ નંબરના ધારક તથા ઉપયોગ કરતા અને યુપીઆઈ આઈડીના ધારક સહિતના અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી પીઆઇ ડી.એસ.કોરાટ તપાસ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *