સાયબર ક્રાઇમ વિરુદ્ધ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું: આર.સી. કોલેજમાં વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષાની તાલીમ અપાઈ

Spread the love

 

 

અમદાવાદની આર.સી. કોલેજ ઓફ કોમર્સમાં સાયબર સિક્યુરિટી જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકારની ક્રાઈમ બ્રાંચ અને કોલેજના કવચ સેલના સંયુક્ત ઉપક્રમે 1 જૂન, 2025ના રોજ આ કાર્યક્રમ યોજાયો. સાયબર ક્રાઇમ બ્રાન્ચના વોલેન્ટર એક્સપર્ટ રોનક ભલાલાએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી થતા આર્થિક, માનસિક અને શારીરિક શોષણ વિશે લાઈવ ઉદાહરણો સાથે માહિતી આપી. તેમણે ડિજિટલ એરેસ્ટ, લોન સ્કીમ અને સોશિયલ મીડિયા સ્કેમ જેવા વર્તમાન સાયબર ગુનાઓ વિશે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા.
કવચ સેલના સંયોજક પ્રો. ડૉ. પરિમલ ઉપાધ્યાયે સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ, આર્થિક વ્યવહારોમાં સાવધાની અને અજાણી લિંક્સથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમના ભોગ બનનારા માટે ક્રાઈમ બ્રાન્ચના હેલ્પલાઈન નંબર 1930ની માહિતી પણ આપવામાં આવી. કાર્યક્રમમાં કોલેજના 30 વિદ્યાર્થીઓ અને તમામ પ્રોફેસર્સે ભાગ લીધો. આચાર્ય ડૉ. સાગર દવેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *