જીવલેણ અકસ્માત સર્જનાર પોલીસમેન નીકળ્યો, CCTV સામે આવ્યો જેમાં સમગ્ર ઘટના કેદ

Spread the love

 

 

અમદાવાદ શાહીબાગમાં આવેલા શિલાલેખ પાસે થોડા દિવસ અગાઉ અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારચાલકે પુરઝડપે ટર્ન લેતા બાઇકચાલકને ટક્કર મારી હતી.અકસ્માતમાં બાઇકચાલક રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત કરનાર કારચાલક રિવરફ્રન્ટ તરફ નાસી ગયો હતો.બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. સુભાષબ્રિજ પાસે રહેતા દેવેન્દ્રભાઇ સંખવાર અગરબત્તીની ડિલિવરીનું કામ કરતા હતા.19 જૂનના રોજ દેવેન્દ્રભાઇ બાઇક લઇને કમિશનર કચેરી તરફથી સુભાષબ્રિજ તરફથી થઇને ઘરે જતા હતા. દેવેન્દ્રભાઇ શિલાલેખ ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલી કારના ચાલકે અચાનક ડાબી બાજુ પૂર ઝડપે ટર્ન લીધો હતો જેના કારણે દેવેન્દ્રભાઇ બાઇક સાથે રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત કરીને કારચાલક રિવરફ્રન્ટ તરફ ભાગી ગયો હતો.
આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ઇજાગ્રસ્ત દેવેન્દ્રભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન કાર પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહની હોવાનું સામે આવ્યું હતું અને અકસ્માત પણ તેમને જ કર્યો હતો જેથી પોલીસે આરોપી દિજવિજયસિંહની ધરપકડ કરી છે.દિગ્વિજયસિંહ પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા હતા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તેમની બદલી આવતા તે છૂટા થયા હતા. હાલ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. રાણીપમાં બકરામંડી પાસે નશામાં ધૂત કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ 25 દિવસ પહેલા અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજય અસારી પણ હતા. તેમની SVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં 6 જુનના રોજ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી યુવરાજસિંહ વાઘેલા વિરુદ્ધ અકસ્માત મોતની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *