જૂના કપડાં લાવો અને નવા લઈ જાવ! ૨૦ જુલાઈ સુધી અનોખો એક્સચેન્જ ફેસ્ટિવલ, જાણો બધી વિગતો

Spread the love

 

 

 

અમદાવાદ

અમદાવાદ રિલાયન્સ રિટેલનું લોકપ્રિય ફેશન ડેસ્ટિનેશન ‘ફેશન-ફેક્ટરી પણ એક્સચેન્જ ફેસ્ટિવલ લાવ્યું છે. ફેશન-ફેક્ટરી મોટી બ્રાન્ડ્સ પર ભારે ડિસ્કાઉન્ટ માટે જાણીતું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારા કબાટમાં પડેલા જૂના કપડાને બદલીને નવા કપડાં ખરીદી શકો છો? અત્યાર સુધી તમે સ્માર્ટફોન, લેપટોપ અથવા અન્ય ઘરગથ્થુ ઉપકરણો માટે એક્સચેન્જ ઑફર્સ વિશે સાંભળ્યું
હશે, પરંતુ આજે અમે જૂના કપડાંના બદલામાં નવા કપડાં ખરીદવાની નવી ઑફર વિશે વાત કરી રહ્યા છીએ. રિલાયન્સ રિટેલ એક એવી ઑફર લઈને આવ્યું છે જેના હેઠળ તમે તમારા એવા કપડાં બદલીને ડિસ્કાઉન્ટ સાથે નવા કપડાં ખરીદી શકો છો જે તમે હવે પહેરતા નથી.
કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઑફર્સ લઈને આવતી રહે છે. રિલાયન્સ રિટેલનું લોકપ્રિય ફેશન ડેસ્ટિનેશન
‘ફેશન-ફેક્ટરી’ પણ એક્સચેન્જ ફેસ્ટિવલ લાવ્યું છે. ફેશન-ફેક્ટરી મોટી બ્રાન્ડ્સ પર ભારે ડિસ્કાઉન્ટ માટે જાણીતું છે. ૨૦ જુલાઈ સુધી ચાલનારા આ એક્સચેન્જ ફેસ્ટિવલમાં ગ્રાહકો તેમના જૂના અને બ્રાન્ડ વગરના કપડાંને બ્રાન્ડેડ કપડાં અને ઉત્પાદનો સામે બદલી શકશે. ફેશન-ફેક્ટરીના તમામ સ્ટોર્સ પર એક્સચેન્જ ફેસ્ટિવલનો લાભ લઈ શકાય છે.જૂના ડેનિમ, શર્ટ, ટી-શર્ટ અથવા બાળકોના કપડાં લાવવા પર, ગ્રાહકોને
બદલામાં એકસચેન્જ કુપન આપવામાં આવશે. ડેનિમ માટે ?૪૦૦ સુધી, શર્ટ માટે ?૨૫૦ સુધી, ટી-શર્ટ માટે ? ૧૫૦ સુધી અને બાળકોના કપડાં માટે ? ૧૦૦ સુધીના કુપન ઉપલબ્ધ રહેશે.ગ્રાહકો કુપનથી રોજિંદા વસ્તુઓ જ નહીં પણ લી, લી કુપર, જોન પ્લેયર્સ, રેમન્ડ, પાર્ક એવન્યુ, કેનો, પીટર ઇંગ્લેન્ડ, એલન સોલી, વાન હ્યુસેન અને લુઈસ ફિલિપ જેવી મુખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાંથી પણ
ખરીદી કરી શકશે. ગ્રાહકોને તેમની નવી ખરીદી પર ૫૦% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
જો તમારૂં કબાટ પણ જૂના કપડાંથી ભરેલું છે અથવા તમે તમારી લાઈઉ સ્ટાઈલને અપગ્રેડ કરવા માંગો છે તો આ એક્સચેન્જ ફેસ્ટિવલ તમારા માટે છે. ભલે તમે ઓફિસ માટે શર્ટ શોધી રહ્યા હોવ કે સપ્તાહના અંતે સ્ટાઈલિશ ટી-શર્ટ, ફેશન-ફેક્ટરીનો આ એક્સચેન્જ ફેસ્ટિવલ તમને નિરાશ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *