તંત્રનું કોઇ નિયંત્રણ નહિ : શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત

Spread the love

 

 

રાજ્યના તમામ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સત્તાધિશો દ્વારા કાયદા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેનો અમલ કરાવવામાં વામણાં પુરવાર થતા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. શહેરના સેક્ટર 29માં રખડતા પશુઓ ઝાંપો ખુલ્લો હોય તો ઘર સુધી આવી જાય છે. આ બાબતે ઢોરપકડ પાર્ટીની કામગીરી સામે સવાલો ઉભા થ રહ્યા છે, જ્યારે અધિકારીઓનુ કોઇ નિયંત્ર નહિ હોવાનુ જોવા મળી રહ્યુ છે. આ બાબતે રહિશોને તો હેરાનગતિ જ થઇ રહી છે.
પાટનગરમાં ઢોરપકડ પાર્ટી અલગ અલગ વિસ્તાર મુજબ કામગીરી કરી રહી છે. વીઆઇપી સેક્ટરમાં ક્યાંય રખડતા પશુઓ અને રખડતા કુતરા જોવા નહિ મળે, કારણ કે ત્યા સનદી અધિકારીઓ વસવાટ કરતા હોય છે. પરંતુ સામાન્ય નાગરિકો રહેતા હોય તે વિસ્તારમાં રજૂઆતો કરવા છતાં ઢોર રખડતાં જોવા મળતા જ રહેશે. સેક્ટર-29માં રખડતાં પશુઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. નાગરિકોની રજૂઆત કરવા છતાં તેમની વાત અધિકારીઓના ધ્યાન ઉપર આવતી નથી.
ચોમાસાની ઋુતુમાં રખડતાં પશુઓ પાણીથી બચવા માટે સુકી જગ્યા ઉપર આવી જતા હોય છે. ઘર આગળ જો ભૂલથી ઝાંખો ખુલ્લો રહી જાય તો અંદર આવી જાય છે અને ગંદકી કરતા હોય છે. નાગરિકોની રજૂઆત છતાં રખડતાં પશુઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે અને તેને પાંજરે પુરવામાં આવતા નથી. ત્યારે શુ અધિકારીઓ દ્વારા પશુપાલક સાથે મીલીભગત છે કે શુ ? શોપિંગ સેન્ટર પાસે પણ રખડતાં પશુઓ આવી જાય છે. ત્યારે મહાપાલિકાની ઢોરપકડ પાર્ટી દ્વારા રખડતાં પશુઓ અને તેમના પશુપાલક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *