
અનિયમિત જીવનશૈલીને પગલે ઉત્તરપ્રદેશના લખનૌના 23 વર્ષીય યુવાન હાઇ બ્લડપ્રેશરની બીમારીમાં સપડાયો હતો. અનેક દવાઓ લીધા છતાં યુવાનનું હાઇ બ્લડપ્રેશર ઓછું થતું નહીં હોવાથી યુવાનને અને શારીરિક તકલીફોનો સામનો કરવો પડતો હતો. યુવાનને 180/120 બ્લડપ્રેશર રહેતું હોવાથી આયુર્વેદ સારવાર માટે સેક્ટર-22ના સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આવ્યો હતો. જ્યાં વૈદ્ય રાકેશ ભટ્ટે આયુર્વેદ સારવારથી માત્ર દસ દિવસમાં હાઇ બ્લડપ્રેશરની બિમારીમાંથી છુટકારો અપાવ્યો હતો. દવાની સાથે સાથે પરેજી પાળવા યુવાન સહમત થયો છે.
વર્તમાન સમયની જીવનશૈલી બીમારીઓનું ઘર માનવીનું શરીર તેમ છતાં પોતાની જીવનશૈલી બદલવા વર્તમાન સમયનો યુવાન તૈયાર નથી. આથી યુવાનો નાની ઉંમરમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીનો શિકાર બની રહ્યા છે. આવી જ સ્થિતિ ઉત્તરપ્રદેશના લખનૌમાં રહેતા 23 વર્ષીય યુવાન હાઇબ્લડપ્રેશરની બિમારીનો શિકાર બન્યો હતો. આ યુવાને આયુર્વેદ સારવાર લેતા હાઇ બ્લડપ્રેશરની બિમારીમાંથી છુટાકારો મળ્યો છે. આ અંગે સેક્ટર-22 આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ વૈદ્ય રાકેશ ભટ્ટે જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશના લખનૌમાં રહેતા 23 વર્ષીય યુવાનને છેલ્લા દસેક વર્ષથી હાઇ બ્લડપ્રેશરની બિમારીથી પિડાતો હતો.
યુવાનનું બ્લડપ્રેશર 180/120 જેટલું ઊંચું રહેતું હોવાથી તેને અનેક પ્રકારની શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરી રહ્યો હતો. યુવાનને હાઇ બ્લડપ્રેશરની બીમારીનો શિકાર થવાની પાછળ વર્તમાન સમયમની અનિયમિત જીવનશૈલી સૌથી જવાબદાર છે. તેમાં યુવાન નિયમિત ભોજન લેતો નહીં લેવાની સાથે સાથે ઉંઘ પણ પૂરતી નહીં લેવાથી તે હાઇ બ્લડપ્રેશરની બીમારીનો શિકાર બન્યો હતો.
યુવાનના મામા ગાંધીનગરમાં રહેતા હોવાથી તેને આયુર્વેદ સારવાર અને નિદાનથી હાઇ બ્લડપ્રેશરની બિમારીથી મુક્તિ મળશે તેવી જાણકારી યુવાનને તેના મામાએ આપી હતી. આથી યુવાન ઉત્તરપ્રદેશના લખનૌથી ગાંધીનગરમાં રહેતા તેના મામાના ઘરે આવીને સેક્ટર-22ની આયુર્વેદ હોસ્પિટલમાં આવ્યો હતો.
ઓપીડી સારવાર માટે આવેલા યુવાનની તેની અનિયમિત જીવનશૈલીમાં ફેરફાર નહીં કરે તો હાઇ બ્લડપ્રેશરની સાથે સાથે અન્ય બીમારીનો પણ ભોગ બનીશ તેમ જણાવીને પંચકર્મ વૈદ્ય રાકેશ ભટ્ટે યુવાનને આયુર્વેદ દવાઓ લેવાની સાથે સાથે પરેજી પાળવાનું જણાવીને આયુર્વેદ દવા આપી હતી. જોકે દસ દિવસમાં યુવાનને નિયમિત દવાની સાથે સાથે પરેજી પાળતા હાઇ બ્લડપ્રેશરની બિમારીમાંથી રાહત મળી હતી. આથી યુવાનનું બ્લડપ્રેશર 130/80 હાલમાં થઇ ગયું છે. યુવાન પરેજી પાળીને આયુર્વેદ દવા નિયમિત લેવાની સાથે સાથે અનિયમિત બનેલી જીવનશૈલીમાં બદલાવની ખાતરી આપી હતી.