સુરતમાં 948 કરોડ રૂપિયાથી શરૂ થયેલું ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગકૌભાંડ હવે 1000 કરોડને પાર કરી ગયું છે, જેનાથી રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કૌભાંડમાં ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ અને કસીનોની ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પરથી લાઈવ માહિતી લઈ સટ્ટો રમાડવામાં આવતો હતો.
ડબ્બા ટ્રેડિંગ સાથે ઓનલાઈન ગેમિંગનું જોડાણ
આ કૌભાંડ માત્ર ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ પૂરતું સીમિત નહોતું, પરંતુ એની સાથે ઓનલાઈન ગેમિંગનો મોટો ખેલ પણ ચાલી રહ્યો હતો. આરોપીઓ 24 કલાક લોકો પાસેથી ઓનલાઈન ગેમ અને સટ્ટો રમાડતા હતા. આ ઓનલાઈન ગેમિંગની આડમાં આરોપીઓ ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ અને કસીનોની ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પરથી લાઈવ જાણકારી મેળવીને સટ્ટો રમાડતા હતા.
બે સોફ્ટવેર દ્વારા 24 કલાક સટ્ટાનું સામ્રાજ્ય
કૌભાંડકારો ‘Castilo 9’ અને ‘Stock grow’ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા, જે SEBIની પરવાનગી વિના ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગ ठेवु ४ ६तुं. ख ७५२ांत, ‘BET FAIR.COM’, ‘NEXON EXCH.COM’, ‘PAVANEXCH’, अने ‘ENGLISH999’ જેવી પ્રતિબંધિત વેબસાઇટ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને લાઇવ ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ કસીનો ગેમિંગ પર 24 કલાક સટ્ટાબાજી કરવામાં આવતી હતી. 250થી વધુ એકાઉન્ટ ધરાવતા લોકો ડબ્બા ટ્રેડિંગ સાથે 24 કલાકમાં ગમે ત્યારે આ સટ્ટા ગેમિંગ સાથે જોડાઈ શકતા હતા.
IPL સહિત ઇન્ટરનેશનલ ગેમ્સ પર સટ્ટો રમાડવામાં આવતો હતો. આરોપીઓ લોકોને ઊંચા નફાની લાલચ આપીને અને બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા. તેઓ દાવો કરતા હતા કે આ ટ્રેડિંગમાં કોઈ નુકસાન થતું નથી અને કોઈ ટેક્સ પણ ભરવો પડતો નથી, જેનાથી સરકારને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું.
250 આઇડી ધરાવનારા લોકો માટે કોડવર્ડ રાખવામાં આવતા SOG દ્વારા અત્યારસુધીમાં 40 જેટલા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. આ 40 એકાઉન્ટમાં 30,94,65,657 ક્રેડિટ થયા હોવાનું સામે આવ્યું છે. અત્યારસુધીમાં પોલીસને 28 જેટલાં એકાઉન્ટની વિગતો મળી ગઈ છે, જ્યારે 12 જેટલાં એકાઉન્ટની વિગતો મેળવવાની બાકી છે. 250 આઈડી ધરાવનારા લોકો માટે કોડવર્ડ રાખવામાં આવતા હતા, જેથી પોલીસને કોઈ જાણ ન થાય, જોકે SOGએ મોટા ભાગના લોકોની ઓળખ કરી લીધી છે.