સ્ટોરી : પ્રફુલ પરીખ
સાણંદમાં નળ સરોવર રોડ પર 85 ફૂટનું સિંહ આકારનું દુર્ગા મંદિર બનશે, 51 શક્તિપીઠની જ્યોત લાવીને મુકાશે, મંદિરમાં પ્રવેશદ્વારની જગ્યાએ 355 ફૂટ લાંબા ત્રિશૂળ આકારના આશ્રમમાંથી પ્રવેશ , 15 વીઘામાં 60 ફૂટ ઊંચું,મંદિર માટે ઔરંગાબાદથી ગુલાબી કલરના માર્બલ પથ્થરો મગાવાશે,સમાજમાં તર્ક અને જ્ઞાન સાથે પણ સનાતન ધર્મની સમજ આપી શકાય છે તે ગુરુમાઁનો સમાજ માટે ધ્યેય,મંદિરના નિર્માણ બાદ સદાવ્રતમાં દાળ ભાત શાક રોટલી પ્રસાદ તરીકે પીરસાશે.પ્રાણ પ્રતિષ્ઠામાં મહાન સંતો સહિત બીજા મહાનુભાવો પણ હાજર રહેશે
caf7ca9f-12da-4ef3-bc87-13438bc1c03a caf7ca9f-12da-4ef3-bc87-13438bc1c03a caf7ca9f-12da-4ef3-bc87-13438bc1c03a caf7ca9f-12da-4ef3-bc87-13438bc1c03a caf7ca9f-12da-4ef3-bc87-13438bc1c03a
અમદાવાદ
સાણંદ તાલુકામાં નળ સરોવર પાસે આવેલા વનારીયા ગામમાં બ્રહ્માંડમાં પહેલું સિંહ આકારનું શિખર વિનાનું દુર્ગા માતાજીના મંદિરનું ૧૭ નવેમ્બર ૨૦૨૪ એ ટ્રસ્ટના વરદ હસ્તે ભુમિ પૂજન થયું હતું.તે દિવસે ગુરુમાતાનું પ્રસિદ્ધ ગાયક કમલેશભાઈ બારોટ,કાદીપૂર કાલુજી ભુવાજી, બાવળની ખોડિયાર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ના ડો. ગઢવીએ સન્માન કર્યું હતું .
મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય દયામૂર્તિ ગુરુમાતા
મા દુર્ગાનું મંદિર તૈયાર કરનાર 47 વર્ષની ઉંમર ધરાવતા ડો.હનીબેન ( પૂજ્ય દયામૂર્તિ ગુરુમાતા)એ જણાવ્યું હતું કે સાણંદ તાલુકામાં નળ સરોવર પાસે આવેલા વનારીયા ગામમાં બ્રહ્માંડમાં પ્રથમ દુર્ગા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.દોઢ વર્ષથી મા દુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે મંદિરનું સંચાલન દયામૂર્તિ ગુરુમા, શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત અને શ્રી પિતાંબર દાસ ખાતુરિયા અને ગુરુમાના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે જેના નેજા હેઠળ ટ્રસ્ટીઓ દ્વારા મા દુર્ગાના મંદિર નું નિર્માણ થશે.આ મંદિરમાં દર્શનાર્થીઓ ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકશે..આ પહેલું મંદિર હશે, જ્યાં મુખ્ય દ્વારની જગ્યાએ ત્રિશૂળમાંથી પ્રવેશ કરાશે.ત્રિશુલ ની અંદર ત્રિદેવોની તે રહેલી હોય છે એટલે કે ત્રિશૂલની અંદરથી પ્રવેશ કરવાથી બધા જ દોષ કર્મ વ્યક્તિના દૂર થાય છે માની મૂર્તિ સાથે છ સિંહના મૂર્તિની પણ સ્થાપના થશે .
ઔરંગાબાદ થી લાવવામાં આવેલ 30 ફૂટ ગુલાબી કલરના માર્બલ ના પથ્થરમાંથી માતાજીની ૨૧ ફૂટ ઊંચી મૂર્તિ બનશે હાલમાં પાંચ કારીગરો કામ કરી રહ્યા છે પરંતુ કુલ 21 બંગાળી કારીગરો આ મૂર્તિ બનાવશે મંદિર માટે તમામ પથ્થર ઔરંગાબાદથી મગાવામાં આવ્યા છે. આ ત્રિશુળ 355 ફૂટ લાંબુ અને 13 ફૂટ પહોળું રહેશે. મંદિરમાં પ્રાર્થના હોલ પણ બનાવવામાં આવશે જેમાં ભક્તો સહિત સંતો પ્રાર્થના કરી શકશે.રાજ્યભરના 200થી વધારે કારીગરો દ્વારા 24 કલાક કામ કરાવવામાં આવશે.મંદિરના પ્રાંગણમાં હાલમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે જે લગભગ 2027 પહેલા અથવા અંતમાં પૂર્ણ થશે.પ્રાણ પ્રતિષ્ઠામાં મહાન સંતો સહિત બીજા મહાનુભાવો પણ હાજર રહેશે .મંદિર 15 વીધાના વિસ્તારમાં તૈયાર કરવાનો મુખ્ય હેતુ એક જ છે. લોકો એક સાથે એક જગ્યાએ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકે.સમાજમાં તર્ક અને જ્ઞાન સાથે પણ સનાતન ધર્મની સમજ આપી શકાય છે તે ગુરુમાઁનો સમાજ માટે ધ્યેય છે.
આશ્રમનું બંધારણ ત્રિશુલ આકારનું છે. જેમાં ત્રણ બાણ આકારના વિભાગ બનશે. ત્રિશુલ આકાર એ માઁ દુર્ગાની શક્તિ દર્શાવે છે. અને આ ત્રિશુલ આકારનો આશ્રમ એ સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર છે.આ બ્રહ્માંડમાં સૌપ્રથમ ત્રિશુલ આકારનો આશ્રમ છે.ભારતીય સંસ્કૃતિના પ્રસાર અને પ્રચાર માટે નિયમિત વર્ગોનું આયોજન થશે, જેમા લોકો ભારતીય સંસ્કૃતિને જાણશે.મા શક્તિ આશ્રમ બ્રહ્માંડનો પ્રથમ ત્રિશૂળ આકારનો આશ્રમ છે. મા શક્તિ આશ્રમ ઘણા વર્ષોથી સામાજિક સેવા કરી રહ્યું છે, જેમ કે: – દરરોજ 1000 થી વધુ ગરીબ બાળકોને ખોરાક આપવો, ગરીબ વસાહતોમાં બાળકોને સ્વરક્ષણ તાલીમ આપવી, મહિલાઓ માટે મફત આરોગ્ય તપાસ કરવી, બાળકોના અભ્યાસ માટે પુસ્તકો પૂરા પાડવા, વૃક્ષો વાવવા, રસ્તા પરના પ્રાણીઓ અને પક્ષીઓને દરરોજ પાણી સાથે અનાજ અને રોટલી આપીને તેમની સંભાળ રાખવી, કોવિડ દરમિયાન મફત ટિફિન, ઉનાળામાં ચંપલનું વિતરણ.ભંડારાગૃહમાં દરરોજ વિમામુલ્યે અનેક લોકો જમી શકે તેવી સુવિધા ઉપલબ્ધ થશે.આશ્રમમાં એક વિશાળ નેચરોપેથી ડોલ ડશે, જેમાં પ્રમાણિત નેચરોપેથી ડોક્ટરો દ્વારા લોકોને વિવિધ સ્મસ્યા અને રોગમાંથી બહાર નિકળવા માટે મદદરૂપ થશે. જેમ કે:- આધાશીશી, લકવો, સંધિવા, પીઠનો દુઃખાવો વગેરે.
એક વિશાળ પંચકર્મ સેન્ટરનું બંધારણ બનશે જેમા અદ્યતન સાધનો અને અનુભવી ડોક્ટર હશે. પંચકર્મ થકી વજન ઉતારવા, શરીરમાંથી અશુદ્ધિઓનો વિનાશ, પાચનક્રિયાનો વિકાસ, સારી ઉંઘ અને વિવિધ દુઃખાવાને સારા કરવામાં મદદરૂપ થાય છે.
એક વિશાળ હિલિંગ સેન્ટર થકી વ્યક્તિ વિવિધ શારિરિક કે માનસિક રોગનું નિવારણ કરી શકશે અને આધ્યાત્મીક રીતે દૈવિય શક્તિ સાથે જોડાઈ શકાશે.
દરરોજ યોગ અને ધ્યાન કરવા માટે એક વિશાળ યોગ ડોલ હશે અને સાથે મૂળભૂત અને અદ્યતન યોગ શીખવા માટે પ્રમાણિત યોગ ગુરુઓ દ્વારા વર્ગો પણ યોજવામાં આવશે.
અનુભવી ડોક્ટરો સાથે એક સુવિધા સજ્જ મેડિકલ રુમ પણ હશે જેમા જરૂરત પ્રમાણે સારવાર લઈ શકાશે અને જરૂરત પ્રમાણે ઓનલાઈન ડોક્ટરની સુવિધા પણ ઉપલબ્ધ બની રહેશે.
હિલિંગ અને વિવિધ સેન્ટરમાં આવતા લોકો માટે અલાયદી ભોજનશાળાની સુવિધા છે.
ભગવાન સાથે જોડાવાનું સ્થળ હોવા ઉપરાંત, મંદિર માનસિક શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત પણ છે. મંદિર સનાતન ધર્મના પ્રચારનું કેન્દ્ર છે. શાસ્ત્રોના ઉપદેશો પણ અહીં આપવામાં આવે છે. સામાજિક એકતા માટે આ શ્રેષ્ઠ સ્થાન છે. તે સેવા અને દાનનું કેન્દ્ર છે.મંદિરની વિશેષતાઓ છે કે મંદિરનું મુખ્ય ભાગ શિખરની જગ્યાએ સિંહ આકારનું હશે. આ મંદિરનું હાઈટ 60 ફૂટની હશે. આ મંદિરના નિર્માણ કાર્ય લગભગ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ મંદિરને તૈયાર કરવા માટે 150 ઘન ફૂટ પથ્થરો મંગાવામાં આવ્યા છે. કોઈ પણ ભક્તને શક્તિપીઠના દર્શન કરવા માટે વિવિધ સ્થળે પ્રવાસ કરવો પડે છે, તેથી જ આ મંદિરનું નિર્માણ કરાયું છે. સાથે જ 51 શક્તિપીઠની જ્યોત પ્રાણ- પ્રતિષ્ઠા સમયે લાવવામાં આવશે.માના 51 શક્તિપીઠ માંથી ભારતમાં 46 , બંગાળમાં બે, પાકિસ્તાન નેપાળ અને બાંગ્લાદેશમાંથી એક છે. જે દરેક જગ્યાએથી જ્યોત લાવવામાં આવશે. આ મંદિરના ગૃભગૃહમાં એક સાથે ૫૦૦ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.આ મંદિરમાં ભારતીય સંસ્કૃતિને જાણવણી કરવા માટે નિત્યક્રમ શિબિરનું ,નિઃશુલ્ક મેડિટેશનનું,દર્શનાર્થીઓ માટે 24 કલાકનો ભંડારોની વ્યવસ્થા,નિત્યક્રમ યજ્ઞ અને હવનનું પણ આયોજન કરવામાં આવશે.
સિંહ આકારનું મંદિર શા માટે?
માઁ દુર્ગા દૈવીય શક્તિઓનો સંચાર કરે છે અને તેમનું વાહન સિંહ છે. સિંહ સૌથી શક્તિશાળી આગેવાન અને વાહન છે જેનો સંચય સ્વયં માઁ દુર્ગા કરે છે. માઁ દુર્ગાનો સિંહ એ ધર્મનું પ્રતિક પણ છે.
શું થશે ગર્ભગૃહમાં ?
દર્શન અને મહાઆરતી
ગર્ભગૃહમાં માઁ દુર્ગાની 21 ફૂટ ઉંચી મૂર્તી સ્થાપિત કરવામાં આવશે. આ વિશાળ ગર્ભગૃહમાં ૫૦૦ થી વધારે લોકો એકસાથે દર્શન અને આરતીનો લાભ લઈ શકશે.નિર્માણ બાદ દર્શનાથીઓ માટે
મંદિર સવારે છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ચાલુ રહેશે. 11 પૂજારી મંદિર નું સંચાલન કરશે . મંદિરના ટોચમાં લાલ કલરની ધ્વજા પણ મૂકવામાં આવશે. લાલ કલરની સાડી મુગટ છત્ર વાઘા સહિત અન્ય વસ્તુઓથી માતાજી નો શણગાર કરાશે.
સત્સંગ હોલ
સત્સંગ એટલે વ્યક્તિનો પરમાત્માને પામવાનો માર્ગ. અને માટે જ, ગર્ભગૃહમાં વિશાળ સત્સંગ હોલ પણ છે.
યજ્ઞશાળા
યજ્ઞ થકી વ્યક્તિનું આંતરિક શુદ્ધિકરણ થાય છે, અને માટે જ, નવચંડી અને બીજા પણ યજ્ઞનું આયોજન થઈ શકે તેવું વિશાળ યજ્ઞસ્થળ બનાવવામાં આવ્યું છે.
શા માટે સિંહનો આકાર?
મા દુર્ગા મંદિરનો ભૂમિપૂજન સમારોહ ૧૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ કરવામાં આવ્યો હતો. આ મંદિર સિંહના આકારમાં હશે. એવું કહેવાય છે કે સિંહ ફક્ત દેવીનું વાહન નથી, દેવી સિંહના હૃદયમાં રહે છે. આ મંદિરનો આકાર સિંહના આકારમાં હશે, ઊંચાઈ ૮૧ ફૂટ અને લંબાઈ ૧૨૧ ફૂટ હશે. જો તમે આ મંદિરને બહારથી જોશો તો તમને બેઠેલા સિંહનો આકાર દેખાશે. સમગ્ર બ્રહ્માંડમાં આવું કોઈ મંદિર નથી.
ફક્ત 10 હાથ જ કેમ?
મા દુર્ગાના ૧૦ હાથ છે. તે પોતાના ૧૦ હાથોથી દસેય દિશામાં આપણું રક્ષણ કરે છે. તે આ ૧૦ હાથોથી બધી દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે, પછી ભલે તે મનુષ્યની અંદર હોય કે બહારની દુનિયામાં.
સાણંદ જ કેમ ?
દયામૂર્તિ ગુરુમાએ જણાવ્યું હતું કે મને બાળપણથી જ દેવીનું મંદિર બનાવવાની ઇચ્છા હતી કારણ કે તેમને સંકેતો મળ્યા હતા. 2023 માં, નવરાત્રીના અષ્ટમીના બ્રહ્મ મુહૂર્ત દરમિયાન, દેવીએ આખરે તેમને આ સ્થળ વિશે સંકેત આપ્યા અને મંદિરની દિશા બતાવી. દેવીએ ગુરુમાને સંકેત આપ્યો હતો કે તેમને તે સ્થાન પર સ્થાપિત કરવામાં આવશે જ્યાં ભગવાન શેત્રપાલ પહેલાથી જ સ્થાપિત છે. ભગવાન શેત્રપાલ ઘણા વર્ષોથી દેવીની સેવા કરવા માટે રાહ જોઈ રહ્યા છે. તેથી, આ સ્થાન પસંદ કરવામાં આવ્યું.
સુવિધાઓ
બધા મુલાકાતીઓ માટે સાત્વિક ભોજનની મફત વ્યવસ્થા.
નવચંડી હવન જેવા વિવિધ હવન કરવા માટે યજ્ઞશાળાની વ્યવસ્થા.
એક વિશાળ હીલિંગ હોલમાં, લોકો ઘણા શારીરિક અને માનસિક રોગોનો ઇલાજ કરી શકશે અને આધ્યાત્મિક રીતે દૈવી શક્તિ સાથે જોડાઈ શકશે.
ગર્ભગૃહની અંદર એક વિશાળ સત્સંગ હોલ પણ હશે, જેમાં 400 થી વધુ મુલાકાતીઓ એક સાથે દર્શન કરી શકશે
મુલાકાતીઓને એક જ જગ્યાએ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ મળશે. આ તમામ શક્તિપીઠો દેશ અને વિદેશમાં સ્થાપિત છે.
ગામના બાળકોને શિક્ષિત કરવા માટે, અહીં વર્ગખંડોની પણ વ્યવસ્થા કરવામાં આવશે જેથી બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ આપી શકાય.
ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ વિશે વધુ જાણવા માટે, અહીં આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવશે અને એક પુસ્તકાલય બનાવવામાં આવશે.
ટ્રસ્ટ 15 ગામડાંની 201 દીકરીઓને દત્તક લેશે
મંદિર નિર્માણ પહેલાં નળ સરોવરની આસપાસનાં 15 ગામડાંની જરૂરિયાતમંદ 201 દીકરીને દત્તક લેવાની સાથે અનાથ કે ઘર વગરની દીકરીઓને મંદિરમાં રહેવાની સુવિધા અપાશે.
એકસાથે 500 લોકો દર્શન કરે તેવી વ્યવસ્થા
સંસ્થા દ્વારા દેશભરની 45 શક્તિપીઠ તથા અન્ય દેશોમાં આવેલા 6 શક્તિપીઠમાંથી 3 મહિનામાં જ્યોત એકત્ર કરાશે. મંદિરમાં એકસાથે 500 ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે.
દયામૂર્તિ ગુરુમાનો ઇતિહાસ
દયામૂર્તિ ગુરુમાએ પોતાના જીવનમાં દરેકને જીવવાનો એક નવો રસ્તો બતાવ્યો. જીવનના દરેક ક્ષણમાં જ્યારે પણ કોઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, ત્યારે ગુરુમાએ તેમનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો અને તેમને સકારાત્મક રીતે જીવવાનું શીખવ્યું. ગુરુમા મૂળ રાજસ્થાનના એક નાના શહેરના છે અને છેલ્લા 20 વર્ષથી ગુજરાતના અમદાવાદમાં રહે છે. ગુરુમાએ આઠ વર્ષની ઉંમરે મા દુર્ગાની શક્તિનો અનુભવ કર્યો. ત્યારથી, તેમણે માતાની ભક્તિમાં પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધા.દયામૂર્તિ ગુરુમાતાએ વધુમાં જણાવ્યું હતું કે મારી 8 વર્ષની ઉંમરથી પૂજાપાટ કરું છું , ઘરે હું સવારે સાડા ત્રણ વાગ્યે ઉઠી ચારથી સાડા છ વાગ્યા સુધી માતાજીના પૂજા પાઠ કરું છું આજે, ગુરુમાના અનુયાયીઓ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે, જેમણે પોતાનું જીવન નવી રીતે જીવવાનું શરૂ કર્યું છે.
મા દુર્ગાનું મહત્વ
મા દુર્ગા એ ભગવાન શિવની પત્ની મા પાર્વતીનું સ્વરૂપ છે. મા દુર્ગાને આદિશક્તિ, અંબા, જગદંબા, શેરાવલી, ચામુંડા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. મા દુર્ગાનો જન્મ રાક્ષસ રાજા મહિષાસુરને મારવા માટે થયો હતો. મા દુર્ગાનું નિર્માણ મા પાર્વતીએ બધા દેવતાઓના આહ્વાન પર કર્યું હતું અને બધા દેવતાઓએ તેમને પોતપોતાની શક્તિઓ આપી હતી. એટલા માટે મા દુર્ગાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. મા દુર્ગા શીખવે છે કે દરેક માનવીમાં હિંમત અને શક્તિનો ભંડાર હોય છે. મા દુર્ગાની હિંમત, ન્યાય, ધર્મના રક્ષણની ઉર્જા માત્ર સકારાત્મકતા જ લાવતી નથી પણ આપણી અંદર છુપાયેલી શક્તિને ઓળખવા માટે પણ પ્રેરણા આપે છે.








