
નર્મદા જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે તંત્ર સજ્જ થઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી અને નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉધાડના માર્ગદર્શન હેઠળ રાજપીપલા ઓવારા ખાતે બચાવ સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. ડિઝાસ્ટર મામલતદાર હરેકૃષ્ણ બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં બચાવ કાર્ય માટેની બોટ અને લાઈફ જેકેટ સહિતના સાધનોની કાર્યક્ષમતા તપાસવામાં આવી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રે નાગરિકોની સુરક્ષા માટે આ સાધનોના અસરકારક ઉપયોગ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ આપત્તિ સમયે બચાવ સાધનોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો હતો. સ્થાનિક અધિકારીઓ, કર્મચારીઓ અને રેસ્ક્યુ ટીમને આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ડિઝાસ્ટર-ડીપીઓ અંક્તિ પરમાર, રાજપીપલા નગરપાલિકાના ફાયરમેન અનિલ વસાવા, અન્ય કર્મચારીઓ અને બોટચાલકો હાજર રહ્યા હતા.