વલસાડમાં છેલ્લા 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 13 મિમી વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલ્યા

Spread the love

 

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5.67 મિમી વરસાદ નોંધાયો છે. પારડી તાલુકામાં સૌથી વધુ 13 મિમી વરસાદ પડ્યો છે. વલસાડ તાલુકામાં 9 મિમી, ધરમપુર, ઉમરગામ અને વાપી તાલુકામાં 4-4 મિમી વરસાદ નોંધાયો છે. મધુબન ડેમના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં 40.40 મિમી વરસાદ નોંધાયો છે. ડેમના 6 ગામોમાં સરેરાશ 6.73 મિમી વરસાદ પડ્યો છે. ડેમનું જળસ્તર 70.25 મીટરે પહોંચ્યું છે. ડેમમાં 11,231 ક્યુસેક પાણીની આવક થતાં 4 દરવાજા 0.50 મીટર ખોલવામાં આવ્યા છે. દમણગંગા નદીમાં 7,173 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
વરસાદને કારણે જિલ્લાના 7 લો-લાઈન રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વહીવટી તંત્રએ આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે. લો લેવલ બ્રિજ પરથી પસાર ન થવા લોકોને અનુરોધ કરાયો છે. 1લી જૂનથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 1,113.83 મિમી વરસાદ નોંધાયો છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ 1,450 મિમી, ધરમપુર તાલુકામાં 1,172 મિમી, વાપી તાલુકામાં 1,136 મિમી, ઉમરગામ તાલુકામાં 1,020 મિમી, પારડી તાલુકામાં 1,012 મિમી અને વલસાડ તાલુકામાં 858 મિમી વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *