
ગુરુવારે દિલ્હીમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના ઝજ્જરમાં હતું. અહીં રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા હતી. આ કારણે દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે કોઈ નુકસાનના સમાચાર નથી. હરિયાણાના જીંદ અને બહાદુરગઢ ઉપરાંત, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ 10 સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા. છેલ્લા 6 મહિનામાં દિલ્હી અને NCRમાં આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા 19 એપ્રિલ અને 17 ફેબ્રુઆરીએ પણ ભૂકંપ આવ્યા હતા.