મચ્છરના લારવા મળતાં 5 બાંધકામ સાઇટને દંડ, 10 એકમોને નોટિસ અપાઈ

Spread the love

 

 

મનપા વિસ્તારની બાંધકામ સાઇટમાં હવે પછી મચ્છરના લારવા મળી આવશે તો સીલ મારવાની અને વિકાસ પરવાનો રદ કરવા જેવા કડક પગલાં ભરવાની સૂચના સાઇટના સુપરવાઇઝરોને આપી છે. જ્યારે આરોગ્યની ટીમે કુલ-93 બાંધકામ સાઇટોની આકસ્મિક સર્વેલન્સ કરતા પાંચ બાંધકામ સાઇટમાં ગંભીર સ્વરૂપમાં મચ્છરના લારવા મળી આવતા રૂ. 12500નો દંડ વસૂલાયો છે. જ્યારે બાંધકામ અને વ્યાપારી એકમોમાં મચ્છરના લારવાની ઉત્પત્તિની શક્યતાને ધ્યાનમાં રાખીને 10 સ્થળોએ નોટીસ ફટકારી છે.
ત્રણેક દિવસથી વરસાદના છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. ત્યારે મનપા વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટમાં મચ્છરની ઉત્પત્તિનું કેન્દ્ર બની રહે નહીં તે માટે આરોગ્યની ટીમે સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. તેમાં મનપાના આરોગ્ય વિભાગે ટીમો બનાવીને કુલ-93 બાંધકામ સાઇટની આકસ્મિક સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. આરોગ્ય ટીમે દંડનીય કાર્યવાહી કરવાની સાથે સાથે હવે પછી મચ્છરના બ્રીડિંગ મળી આવશે તો બાંધકામ સાઇટને સીલ મારવા તેમજ વિકાસ પરવાનો રદ કરવા સુધીના કડક પગલાં લેવાની સૂચના સાઇટ સુપરવાઇજરોને આપી છે.
મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ આરોગ્યની અલગ અલગ ટીમો બનાવીને 93 બાંધકામ સાઇટમાંથી 5 બાંધકામ સાઇટ ઉપરથી મચ્છરના લારવા મોટી સંખ્યામાં મળી આવતા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમાં સરગાસણના ટીપી-8 વિસ્તારની સામવેદ અમારા, એટમોસ કન્સ્ટ્રક્શન, શ્લોકમ શરણમ, રિદ્ધિ ઓટોમોટિવ સર્વિસ તેમજ ગ્રીન લીફ રેસ્ટોરન્ટ સહિતને કુલ રૂપિયા 12500નો દંડ ફટકરા્યો હતો.
મનપાની આરોગ્યની ટીમે બાંધકામ અને વ્યાપારી સ્થળોની ચકાસણીમાં દસ જગ્યાએ મચ્છરના માઇનોર બ્રીડિંગ મળતા નોટિસ ફટકારી હતી. તેમાં સામવેદ ઓપેરા, એટમોસ સોલાર, સરિતા સરગમ, પાર્ક પેરેડાઇઝ, પલાસા તેમજ શરણમ સ્કાયને નોટીસ આપી હતી. જ્યારે રાયસણની બાંધકામ સાઇટમાં એપલ ગ્રીન, શ્રીએરાઇઝ, અસર વીલા અને ટીપી-9 વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટોમાં અશ્વમેઘ સિગ્નેચર, ઝુન્દાલની સેપલ ગ્રીન-6 ખાતેથી પણ મચ્છરના માઇનોર બ્રીડિંગ મળી આવતા નોટીસ ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *