મોરબીમાં ગોપાલ ઈટાલિયા જીતે તો રૂ.2 કરોડ આપીશ : ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો ખુલ્લો પડકાર

Spread the love

 

 

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જનઆંદોલન દરમિયાન તાજેતરમાં યોજાયેલી વિસાવદરની પેટાચૂંટણીમાં વિજેતા થયેલા ગોપાલ ઈટાલિયાને પોતાની સામે ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. કાંતિ અમૃતિયાના પડકારને ગોપાલ ઈટાલિયાએ વીિડયો મારફતે સ્વિકારી લેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ અંગે જણાવ્યું હતુ કે સોમવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ રાજીનામું આપીએ. ગોપાલ ઈટાલિયા અને હું મોરબી બેઠક પરથી ફરી ચૂંટણી લડીએ. મોરબીમાં ગોપાલ જીતશે તો હું બે કરોડ રૂપિયા આપીશ. હવે બન્નેમાંથી કોઈએ ફરવાનું રહેતુ નથી. ગોપાલ અને હું મોરબી વિધાનસભામાંથી ચૂંટણી લડીએ અને ગોપાલના કાર્યકર્તા તેમજ અમારા કાર્યકર્તા વિસાવદરમાં ચૂંટણી લડીએ.
મહત્વનું છે કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં કહ્યું હતુ કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા મોરબીમાં ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપી દઈશ અને જીતે તો તેને બે કરોડ રૂપિયા હું આપીશ. કાંતિ અમૃતિયાના પડકારને ગોપાલ ઈટાલિયાએ સ્વિકારી લેતા રાજકારણ ફરી ગરમાયું છે.
તેમના જવાબમાં ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતુ કે ‘ગઈકાલે મે વીડિયો જોયો કે મોરબીનાં ભાજપના ધારાસભ્ય એવું કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિમ્મત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે.. તો હું રાજીનામું પણ આપી જઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ….’
ગોપાલ ઇટાલિયા આગળ કહે છે કે, ‘હું તેમની આ ચેલેન્જને હર્ષભેર સ્વીકારું છે. 12 જુલાઈએ બપોરે 12 વાગ્યા સુધીમાં તમારું રાજીનામું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.’ બંને નેતાઓએ એકબીજાને પડકાર ફેંકતા મોરબીમાં રાજકીય માહોલ ગરમાયો છે. હવે 12 જુલાઈએ કેવી સ્થિતિનું નિર્માણ થશે તેના પર સૌની નજર છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *