નેધરલેન્ડ્સ જઈ રહેલું નાનું એરક્રાફ્ટ ઉડાન ભરતાંવેંત ક્રેશ થઈ ગયું

Spread the love

 

લંડનમાં ઊડાન ભરતાંવેંત પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનાથી દુનિયાને અમદાવાદની ઘટનાની યાદ અપાવી છે. લંડનના સાઉથેન્ડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે. ધ મિરરના અહેવાલ મુજબ, આ ક્રેશ સાંજે 4 વાગ્યાની આસપાસ થયો હતો. વિમાનમાં કેટલા લોકો સવાર હતા અ હજુ સુધી સ્પષ્ટ નથી.
પ્રારંભિક અહેવાલો અનુસાર, કિંગ એર B-200 વિમાન ઉડાન ભરતાની સાથે જ અકસ્માતનો ભોગ બન્યું હતું. એવું માનવામાં આવે છે કે આ વિમાન નેધરલેન્ડ્સ જઈ રહ્યું હતું. ઘટના બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં રાહત કાર્ય ચાલુ છે.
સાવચેતી રૂપે, પોલીસે નજીકના રોચફોર્ડ હન્ડ્રેડ ગોલ્ફ ક્લબ અને વેસ્ટક્લિફ રગ્બી ક્લબને ખાલી કરાવી દીધા છે. એસેક્સ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈમરજન્સી ટીમ રાહત કાર્યમાં રોકાયેલી છે. તેમણે સામાન્ય લોકોને રાહત અને તપાસ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે.
ક્રેશ પછી પોલીસે શું કહ્યું? એસેક્સ પોલીસે કહ્યું, ‘અમને સાંજે 4 વાગ્યા પહેલા 12 મીટર લાંબા વિમાનના ક્રેશની માહિતી મળી હતી.’ પોલીસે વધુમાં કહ્યું, ‘અમે ઘટનાસ્થળે તમામ ઈમરજન્સી સેવાઓ સાથે કામ કરી રહ્યા છીએ અને આ કાર્ય ઘણા કલાકો સુધી ચાલુ રહેશે. અમે જનતાને અપીલ કરીએ છીએ કે આ કાર્ય ચાલુ રહે ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ વિસ્તારથી દૂર રહે.’
ઘટના પછી, સાઉથ એન્ડ વેસ્ટના સાંસદ ડેવિન બર્ટને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર લખ્યું, ‘મને સાઉથ એન્ડ એરપોર્ટ પર થયેલી ઘટનાની ખબર પડી. કૃપા કરીને આ વિસ્તારથી દૂર રહો અને ઈમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો. મારી સંવેદના બધા સાથે છે.’ આ પ્લેનમાં કેટલા લોકો સવાર હતા, કેટલાનાં મોત થયાં છે, તે હજી જાણવા મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *