
અખિલ ભારતીય કોળી યુવા સંગઠનની કારોબારીની બેઠક રવિવારે બપોરે ગાંધીનગર ખાતે મળી હતી. આ બેઠકમાં થી દેશભરમાંથી આવેલા યુવાનોએ સમાજ સાથે થતા અન્યાય અને યુવા સંગઠન નો રાજકીય ઉપયોગ ના થાય તે માટે ચર્ચા વિચારણા કરી હતી. ચર્ચાના અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અખિલ ભારતીય કોળી યુવા સંગઠનનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે રાજકીય ઉપયોગ કરી શકશે નહીં. રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીની હાજરીમાં મળેલી બેઠકમાં સંગઠનનો કોઈ રાજકીય ઉપયોગ કરે તો તેને રોકવા તેઓ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત કોળી સમાજને ઓબીસી અનામતમાં થતા અન્ય બાબતે આંદોલન કરવા સુધીની રણનીતિ ઘડવામાં આવી હતી.
અખિલ ભરતી કોળી યુવા સંગઠનની બેઠક ગુજરાતના પ્રમુખ દિવ્યેશ ચાવડાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કોઈ રાજકીય નેતા યુવા સંગઠનનો રાજકીય ઉપયોગ કરે તો તેને રોકવામાં આવશે તેવું નક્કી થયું હતું. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા જીપીએસસી અને શિક્ષકોની ભરતીમાં ઓબીસીના માપદંડ સાથે છેડછાડ થઈ હોવાની ચર્ચા થઈ હતી. હવે આ અન્યાય સામે અખિલ ભારતીય કોળી યુવા સંગઠન તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપશે. આ પછી પણ કોઈ પ્રતિસાદ ના મળે તો આંદોલન કરવામાં આવશે તેમ કોળી સમાજના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આંદોલન સામાન્ય આંદોલન નહીં હોય.
આ બેઠકમાં કોળી સમાજમાં શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટેની ચર્ચા પણ થઈ હતી. આ સાથે સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને વ્યસન મુક્તિ ક્ષેત્રે પણ કામ કરવાનું નથી થયું હતું. અખિલ ભારતીય કોળી યુવા સંગઠનની બેઠક પુરી થયા પછી કોર કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં તાલુકા અને જિલ્લા સ્તરે સંગઠન સહિતની બાબતોને લઈને ચર્ચા થઈ હતી.