રેલવે સ્ટેશન પાસે રિક્ષામાં ભૂલાઈ ગયેલી બેગ ઇજનેરને પરત મળી

Spread the love

 

ગાંધીનગર એસપી કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભુલકણા લોકો માટે આશીર્વાદ સમાન બની ગયુ છે. તાજેતરમાં રેલવે સ્ટેશન પાસે સચિવાલયના ઇજનેર તેમનો સામાન રિક્ષામાં ભૂલી ગયા હતા, બાદમાં પોલીસની મદદ માંગતા રિક્ષા ચાલકને શોધી સામાન પરત કરાવ્યો હતો.
સચિવાલયમાં ઇજનેર તરીકે ફરજ બજાવતા અને સેક્ટર 4બી ખાતે રહેતા ચેતન કાકડિયા તાજેતરમાં ખ-1 પાસેથી બેસી રેલવે સ્ટેશન ગયા હતા.પરંતુ ઉતાવળમાં રેલવે સ્ટેશન ઉતરી ગયા હતા અને રીક્ષામાંથી સામાન લેવાનો ભૂલાઈ ગયો હતો. ત્યારબાદ રીક્ષાને શોધવા પહોંચ્યા હતા, પરંતુ રીક્ષા ચાલક અન્ય પેસેન્જર લઇને નિકળી ગયો હતો. સામાનમાં રોકડા 10 હજાર અને અગત્યના દસ્તાવેજ હતા, જેથી તેમણે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો. આ કેસ નેત્રમના પીએસઆઇ હિના પટેલને સોંપાતા તેમણે તુલસીભાઇ, પંકજકુમાર અને મહિપતસિંહને કામગીરી સોંપી હતી. જેમાં કર્મચારીઓ દ્વારા શહેરમાં લગાવેલી સીસીટીવી ચેક કરી રિક્ષાનો નંબર શોધી તેના માલિક સુધી પહોંચ્યા હતા અને ચાલકનો સંપર્ક કરી સામાન સહિતની વાતચીત કરી તેની પાસેથી પરત અપાવ્યો હતો. ઇજનેર માટે 10 હજાર રૂપિયા મહત્વના ન હતા, પરંતુ તેમાં રહેલા ડોક્યુમેન્ટ મહત્વના હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *