
બસોમાં મુસાફરોને ખબર પડે તેવા રૂટ બોર્ડ મુકવાનો એસ ટી નિગમનો આદેશ છે. તેમ છતાં ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી બસોમાં પુંઠામાં માત્ર ગાંધીનગર લખેલા રૂટ બોર્ડ મુકાતા બસ કયા રૂટ પર અને છેલ્લું સ્ટેન્ડ કયું છે તેની કોઇ જ ખબર મુસાફરોને પડતી નથી. આથી મુસાફરોને હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે બસના રૂટના માર્ગદર્શન આપતા રૂટ બોર્ડ નહીં મુકવાથી કોનું હિત સચવાયેલું છે તેવા પ્રશ્નો મુસાફરોમાં ઉઠી રહ્યા છે.
શહેરી બસોના બોર્ડમાં રૂટની માહિતીવાળું વિગતવાર બોર્ડ મુકવાને બદલે માત્રને માત્ર પુંઠા ઉપર લખેલા બોર્ડ મુકવામાં આવી રહ્યા છે. તેમાંય પુંઠાવાળા બોર્ડમાં માત્રને માત્ર ગાંધીનગર લખેલું હોવાથી મુસાફરોને બસના રૂટની ખબર નહીં હોવાથી પારાવારની મુશ્કેલી અનુભવતા હોય છે. ્યારે ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડતી શહેરી બસ સેવામાં રૂટની વિગત દર્શાવતા બોર્ડ મુકવામાં આવે તેવી અપેક્ષા મુસાફરો રાખી રહ્યા છે.