
કમર પર રિવોલ્વર લટકાવીને રોલો મારનારા અમદાવાદના વેપારીઓની ગુજરાતી ATSએ ધરપકડ કરી છે કારણ કે, આ હથિયાર લાયસન્સવાળા નહીં પણ કોઈના UID નંબરમાં ચેડા કરીને ઉત્તર પ્રદેશથી મેળવેલા લાઇસન્સ અને હથિયારો હતા. આ સમગ્ર મામલે ગુજરાત ATSને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓમાં કોઈ જીમ ચલાવે છે તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો-મોટો વેપાર કરે છે. તમામે કોઈ એક જ લાઈનથી હથિયારો મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં એક વ્યક્તિનો ફાયરિંગ કરતો વીડિયો પણ સામે આવ્યો હતો, જે સંદર્ભે પણ ગુજરાત પોલીસ તપાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં કઈ રીતે આ લાયસન્સ ઇસ્યૂ થયા તે અંગે પણ ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત ATSના DYSP એસ.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 7 આરોપીઓએ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે. કોઈએ 5 લાખ તો કોઈએ 7 લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા છે. આ તમામ લોકોએ કઈ રીતે આ લાયસન્સની કડી મેળવી અને લાયસન્સ મેળવી લીધા? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
સામાન્ય રીતે UID નંબર સાચો હોય છે પરંતુ, કોઈ વ્યક્તિ ઘણા સમય સુધી લાયસન્સ રીન્યૂ ના કરાવે તો તેઓ ડેટામાં છેડછાડ કરીને આ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવતું હતું આ તમામ લોકોએ લાયસન્સ લેવા માટે ઉત્તર પ્રદેશના એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને જે તેને કોઈ સરકારી કચેરીમાં નહીં પરંતુ કોઈ ખાનગી જગ્યાએ બોલાવીને લાયસન્સ અને હથિયાર આપ્યા હતા આ લાયસન્સ ઓલ ઇન્ડિયા એક્સેસવાળા હતા.
અમદાવાદના આરોપીઓની ધરપકડ બાદ હાલ તમામના રિમાન્ડ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે જ્યારે આ તમામ લોકો એક જ કડીથી જોડાયા હોય એવું માનવામાં આવી રહ્યું છે. આ લાયસન્સ મેળવવા માટે પ્રયાસ કરનારા આરોપીઓમાં અમદાવાદના જાણીતા વિજય શંકર જે જીમની ચેઈન ધરાવે છે, હજી પણ આ સમગ્ર કૌભાંડની અંદર કોણ-કોણ બીજા સામેલ છે? તેની તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં ગુજરાતની ટીમે ઉત્તર પ્રદેશ અને કેટલીક સરકારી કચેરીમાં પણ તપાસ કરે એવી તૈયારીઓ કરી લીધી છે.
આરોપી પાસે શુ પકડાયું?
7 શખસો પાસેથી 3 રિવોલ્વર તથા તેના 187 રાઉન્ડસ અને 4 પિસ્ટોલ તથા તેના 98 રાઉન્ડસ મળી કુલ 7 હથિયાર સાથે 285 રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે.
કોણ-કોણ આરોપી છે?
તપાસના આધારે ATSએ કુલ 7 આરોપીની ધરપકડ કરી છેઃ જેમા
મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણ
અભિષેક રાજદેવ ત્રિવેદી
વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ
રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા
અજય ભુરેસિંહ સેંગર
શોલેસિંહ રામબાબુસિંહ સેંગર
વિજયસિંહ ભૂરેસિંહ સેંગર