
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાતમાં વિવિધ વિકાસકામોના 95 ટકા કોન્ટ્રાક્ટ ચોક્કસ સમાજના મળતિયાઓને જ અપાતા હોવાનો આક્ષેપ કર્યો છે અને સરકારી કોન્ટ્રાક્ટમાં SC-ST અને OBCને અનામત આપવાની માગ કરી છે. મકવાણાએ કહ્યું કે, વિપક્ષના ધારાસભ્યોએ જનતાના જે મુદ્દાઓ ઉઠાવવા જોઈએ તેના બદલે રાજીનામાના નાટક કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં તેના એજન્ટો ઘુસાડી દીધા છે. જેઓના ઈશારે વિપક્ષના ધારાસભ્યો વિરોધ કરવાના બદલે આવા નાટકો કરી જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાસભ્ય ઉમેશ મકવાણાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં જે સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમાંના 95 ટકા કોન્ટ્રાક્ટ ચોક્કસ સમાજના લોકોને જ આપવામાં આવે છે. જે ખૂબ ગંભીર બાબત છે. તેમને કહ્યું કે, આ મુદ્દો વિપક્ષે ઉઠાવવો જોઈએ પરંતુ, તેઓ જનતાનું ધ્યાન ભટકાવવા રાજીનામાના નાટક કરી રહ્યા છે.
ઉમેશ મકવાણાએ કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભાજપે તેના એજન્ટો ઘૂસાડી દીધા છે. જેઓ લોકોને અસર કરતા મુદ્દે વિરોધ કરવાના બદલે અન્ય નાટકો કરી લોકોનું ધ્યાન બીજે ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને આપ દ્વારા ભલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય પણ મારા વિસ્તારની દુર્દશાનો મુદ્દો ઉઠાવવો જોઈએ. 18 દિવસ પહેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આપના સંગઠન પદેથી અને દંડક પદેથી રાજીનામું ધરી દીધું હતું. સાથે પેટાચૂંટણીમાં પાર્ટીની કામગીરીને લઈ સવાલો ઉભા કર્યા હતા. ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે ધારાસભ્યપદેથી રાજીનામાનો નિર્ણય જનતાને પૂછીને કરીશ. પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને AAPના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. AAPના કાર્યકર તરીકે કાર્યરત રહીશ. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઊતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે, કારણ કે એ દલિત સમાજના હતા.મકવાણાના આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.