સુપર સ્વચ્છ લીગમાં GJ-5, GJ-18, મોટાં શહેરોમાં GJ-1ની બલ્લે બલ્લે

Spread the love

 

 

સુપર સ્વચ્છ લીગમાં GJ-5, GJ-18, મોટાં શહેરોમાં GJ-1ની બલ્લે બલ્લે

સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતનાં ત્રણ શહેર સામેલ; દિલ્હીમાં રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ એનાયત

 

 

 

 

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ એવોર્ડની આજે ૧૭ જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. ૧૦ લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. ૨૦૧૫માં અમદાવાદનો નંબર ૧૫મો હતો. જયાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો ડંકો વાગ્યો છે. દિલ્લી ખાતે રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ના એવોર્ડ સમારંભનું લાઈવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આ લાઇવ કાર્યક્રમ મેચર મીરાબેન પટેલ  GJ-18, જોવા ભાજપના કોર્પોરેટરો-નેતાઓ હાજર રહ્યા હતા.સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ એ વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું ૯મું સંસ્કરણ છે. આ વર્ષે પ્રતિષ્ઠિત પુરસ્કારો ૪ શ્રેણીમાં રજૂ કરવામાં આવ્યા છે, અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે વિવિધ નિયમર્મા પણ અમલી કરાયા હતા, જેમાં જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલાતો હતો, જેના કારણે જાહેરમાં થૂંકતા કે ગંદકી કરતા લોકો પર અંકુશ આવ્યો. આ ઉપરાંત દુકાનો કે સોસાયટીની આસપાસ પણ ગંદકી કરતા લોકોને પણ દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સીસીટીવીની મદદથી પણ ગંદકી કરનારા એકમો કે લોકો પર કાબૂ મેળવ્યો. જેના પરિણામે જાહેરમાં ગંદકી પર અંકુશ આવ્યો.  અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ પણ વધારે છે. જેથી લોકોની ટેવ બદલવા માટે પણ થણો સમય લાગ્યો.વર્લ્ડ કપની ફાઈનલ મેચ જેવી નેશનલ ઇવેન્ટમાં કોર્પોરેશન દ્વારા સફાઈ મુદ્દે ખાસ તૈયાર કરાઈ હતી. વર્લ્ડ કપના સમયે ૫૦૦થી વધારે કર્મચારીઓની વર્કફોર્સ લગાવાઇ હતી. પરિણામે મેચ પૂરી થયા બાદ ૧ ટન પ્લાસ્ટિક એકઠું કરયું અને તેને રિસાઇકલ કરાયું. એ સમયે એક સાથે ૩૫થી વધારે સ્વિપર મશીનને સ્થળ પર તહેનાત કરાયા હતા. પરિણામે સમગ્ર ઇવેન્ટ દરમિયાન કોઈપણ પ્રકારની ગંદકી જોવા મળી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *