
આસામમાં યુનિર્વસિટી ધરાવતા વેપારીને ઈથેનોલ પ્રોજેક્ટ માટે રૂ. 100 કરોડના ફંડની જરૂર હતી. જેથી તેમને વોટસએપમાં આવેલા મેસેજના આધારે બેંક કરતા અડધા વ્યાજ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં ફંડ માટે પ્રોસેસ કરી હતી. જેના માટે એગ્રીમેન્ટ કરાવીને સ્ટેમ્પ ડયુટી ફી પેટે ગઠિયાઓએ 35 લાખ પડાવી લઈ ફંડ ન આપી ઠગાઈ કરી હતી.
આસામના બસંતકુમાર મુરલીધર કેતનને 17 ફેબ્રુઆરીએ વોટસએપમાં મેસેજ આવ્યો હતો. જેમાં સામેવાળાએ પોતાનું નામ રાજેન્દ્ર વાઘેલા હોવાનું અને પોતે સૂરતનો હોવાનો મેસેજ કરીને કોઈ ફંડની જરૂર હોય તો સંપર્ક કરવા કહ્યું હતું. બસંતકુમારને રૂ. 100 કરોડની જરૂર હતી એટલે તેમણે વાઘેલાને વાત કરી હતી.
બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેની જયંતિલાલ પાર્ક સામેના નવરત્ન કોર્પોરેટ પાર્કમાં આવેલી છે. જેથી તમે ત્યાં મળવા આવજો. જેથી બસંતકુમાર ઓફિમે મળવા ગયા હતા. ત્યાં વિપુલભાઈ શાહ અને નિશાંત પૂરણચંદ્ર શર્મા હોવાનું જણાવીને તેમની સાથે મુલાકાત કરાવી હતી. જો કે બસંતકુમારને ધંધા માટે રૂ.100 કરોડના ફંડની જરુર હોવાથી તેમણે બેંક કરતા અડધા વ્યાજે તેમની કંપનીમાંથી ફંડ આપવાની વાત કરી હતી. જેથી બસંતકુમારે જરુરી તમામ ડોકયુમેન્ટસની ફાઈલ બનાવીને આપી હતી.