
ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 25 જુલાઈના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે. આ મેળો સવારે 10 કલાકે સેક્ટર-7માં આવેલા મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે. હોલ સૌરાષ્ટ્ર પટેલ વાડીની બાજુમાં અને પોલીસ સ્ટેશન સામે સ્થિત છે. ભરતી મેળામાં ગાંધીનગર જિલ્લાના નોકરીદાતાઓ કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે. 18થી 35 વર્ષના ઉમેદવારો આ મેળામાં ભાગ લઈ શકશે. લાયકાતમાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ડિપ્લોમા, આઈટીઆઈના તમામ ટ્રેડ અને કોઈપણ સ્નાતક કક્ષાની ડિગ્રી માન્ય રહેશે. માત્ર શારીરિક રીતે સક્ષમ ઉમેદવારો જ અરજી કરી શકશે. ઉમેદવારો અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરી શકે છે. જોબફેર આઈડી JF984985326 છે. ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. માત્ર ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો જ ભાગ લઈ શકશે. રોજગાર કચેરીમાં નોંધણી કરાવવા ઇચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી., જાતિ અંગેનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.