
ગાંધીનગર શહેરમાં આરોગ્ય સેવાને સુદ્રઢ કરવાની કામગીરી પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે ત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ સંવર્ગના કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. જે પૈકી સ્ટાફ નર્સ વર્ગ-3ની જગ્યાના ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી માટે અગાઉ 40 વર્ષની વય મર્યાદા નિયત કરવામાં આવી હતી. પરંતુ અન્ય શહેરો અને આરોગ્ય તંત્રના નિયમોના અભ્યાસ બાદ આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે સ્ટાફ નર્સની ભરતી માટે વય મર્યાદા 35 વર્ષની નક્કી કરવામાં આવી છે. સ્ટાફ નર્સની ભરતી માટે વય મર્યાદામાં ફેરફાર કરવા અંગે મ્યુનિસિપલ કમિશર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે આગામી ભરતીમાં 35 વર્ષની નવી વય મર્યાદા લાગુ પડશે.