PIએ ટ્રકચાલક બની હાઈવે પર મહિલાનો વેશ ધરી લૂંટ ચલાવતી ટોળકીના 4 પકડ્યા

Spread the love

 

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહિલાનો વેશ ધરીને ટ્રકચાલકોને લલચાવી લૂંટી લેવૅની ઘટનાઓ અંગે મળેલી માહિતીના આધારે વિવેકાનંદનગર પોલીસે છટકું ગોઠવ્યું હતું પરંતુ આરોપી પકડાયા નહોતા. આથી વિવેકાનંદનગર પીઆઇ જાતે જ ટ્રક ડ્રાઇવર બનીને ટ્રક લઈને નીકળ્યા હતા અને ટોળકીએ તેમને ટાર્ગેટ કરતાં પોલીસે 4 આરોપીને ઝડપી લીધા હતા. એક્સપ્રેસ હાઈવે પર વિવેકાનંદનગર વિસ્તારમાં 1 વર્ષમાં ટ્રકચાલકોને ઝાડીમાં લઈ જઈ લૂંટી લેવૅની 15 જેટલી ઘટના બની હતી. તમામ ઘટનાઓમાં મહિલા ડ્રાઇવરને લલચાવી ફોસલાવીને ઝાડીમાં લઈ ગઈ હોવૅનું જાણવા મળ્યું હતું. જ્યારે આ તમામ ઘટનાઓમાં મોબાઈલ ફોન અથવા તો નજીવી રકમ ગઈ હોવાથી ટ્રક ડ્રાઇવરો ફરિયાદ કરતા ન હતા.
જોકે આ વિશે માહિતી મળતા વિવેકાનંદનગર પોલીસે પણ વોચ ગોઠવી હતી. પરંતુ પોલીસ હોવૅનો અંદાજ આવી જતા ટોળકી પકડાતી ન હતી. જેથી વિવેકાનંદનગર પીઆઈ એચ. એન. બારિયા જાતે જ ટ્રક ડ્રાઇવર જેવો વેશ ધારણ કરીને ટ્રક લઈને હાઈવે પરથી નીકળ્યા હતા. તેમણે થોડો સમય સુધી ટ્રક હાઈવે ઉપર સૂમસામ જગ્યા ઉપર પાર્ક કરીને તેમાં બેસી રહ્યા હતા. જેથી થોડી જ વારમાં એક મહિલા આવી હતી અને તેમને લાલચ આપીને નજીકમાં ઝાડીમાં લઈ ગઈ હતી. તેની સાથે જ પીઆઈ બારિયાએ મહિલાના સ્વાંગમાં આવેલા લુટારુને ઝકડી લીધો હતો.
તેમણે ઈશારો કરતાં તેમની ટીમ પણ આવી પહોંચી હતી અને પોલીસે ત્યાંથી ટ્રકચાલકોને લૂંટતી ટોળકીના 4 આરોપીને ઝડપી લીધા હતા. જેમાં દિનેશભાઈ ભગાભાઈ વાદી (30), મહેશભાઈ ભીખાભાઈ વાદી (25), દેવાભાઈ પ્રેમજીભાી નટ (32) અને અજયભાઈ ચતુરભાઈ વાદી (22) નો સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછમાં તેમણે છેલ્લા 1 વર્ષમાં આ જ રીતે 15 થી વધુ ટ્રક ડ્રાઇવરને લૂંટી લીધા હોવૅનું કબૂલ્યું હતું.
પોલીસનું કહેવુ છે કે ભોગ બનનારા મોટા ભાગના ટ્રક ડ્રાઇવર બહારના રાજ્યના હતા. આટલું જ નહીં આવી ઘટનામાં બદનામીનો ડર હોવાથી તેમજ લૂંટમાં ગયેલી રકમ પણ સામાન્ય હોવાથી ટ્રક ડ્રાઇવરો ફરિયાદ કરતા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *