વસ્ત્રાપુરમાંથી વેપારીનું અપહરણ કરી 1 કરોડની ખંડણી મંગાનાર એક આરોપીની ધરપકડ, ગ્રામ્ય કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા:

Spread the love

 

 

અમદાવાદના ફ્રુટના હોલસેલ વેપારીનું અજાણ્યા શખસોએ અપહરણ કરીને 1 કરોડની ખંડણી માંગી ફટકારવાના કેસમાં વધુ એક આરોપીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. ત્યાર બાદ આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. જુહાપુરા હરિયાલી સોસાયટીમાં રહેતા અને ફ્રુટનો હોલસેલના વેપાર સાથે સંકળાયેલો વસીમ સબ્બીર મુઘલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માગવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસે સમીર ઉર્ફે ડીજે સીદ્દીકહુસેન સૈયદની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારી વકીલ એમ.એસ.શેખે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદી પાસેથી 10 હજાર રોકડા, 500 દીરહામ, ઘડીયાર, ફોન સહિતની વસ્તુ લઇ લીધી હતી તે વસ્તુઓ કોની પાસે છે, હની ટ્રેમપમાં ફસાવવા યુવતીનો ઉપયોગ કર્યો હતો તે યુવતી ક્યાં છે, આરોપીએ ગુનાઇત કાવતરું રચી અપહરણ કરી ખંડણી માગી હતી તેમાં કયા આરોપીનો કયો રોલ છે, આરોપીઓએ ગુનામાં બે ગાડીઓનો ઉપયોગ કર્યો હતો તે પૈકી એક ગાડી કબજે કરવાની બાકી છે તે ક્યાં છે.
આરોપીએ આવા જ ગુના આચર્યા છે કે, નહીં તે મામલે તપાસ જરૂરી છે, આરોપીઓએ જે પ્રમાણે ગુનો આચર્યો છે તે જોતા તેમની આખીય ગેંગ હોવાની આશંકા છે તે અંગે તપાસ કરવાની છે, આરોપીઓ ગુનો કર્યા બાદ ક્યાં નાસતો ફરતો હતો સહિતના મુદ્દે તપાસ કરવા પાંચ દિવસના રિમાન્ડની જરૂર છે. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના 04 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *